International

PM મોદી પર સવાલ ઉઠાવતા રિપોર્ટ પર ટ્રુડો સરકારે કહ્યું- કોઈ પુરાવા નથી, કોઈ માહિતી નથી

કેનેડામાં એક અલગતાવાદી નેતાની હત્યાને ભારત સાથે જોડવાના પ્રયાસ બાદ બંને દેશો વચ્ચેના બગડતા સંબંધો વચ્ચે કેનેડાની સરકાર ફરી એકવાર બેકફૂટ પર આવી ગઈ છે. કેનેડા સરકારે તાજેતરના એક મીડિયા અહેવાલ પર પ્રતિક્રિયા આપી છે જેમાં ભારત પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે કેનેડામાં ગુનાહિત ગતિવિધિઓ થઈ રહી છે તેની માહિતી પહેલાંથી જ હતી.

કેનેડા સરકારે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી જયશંકર અથવા NSA અજિત ડોભાલને કેનેડાની અંદરની ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડતા કોઈ પુરાવા ટાંક્યા નથી અને ન તો તે તેમની જાણમાં છે.

ભારત પર ખોટો આરોપ લગાવનારી ટ્રુડો સરકાર પાસે કોઈ પુરાવા નથી. ભારતની કડકાઈ બાદ ટ્રુડો સરકારે નિવેદન જાહેર કર્યું છે. ટ્રુડો સરકારે કહ્યું કે ભારતના વડાપ્રધાન મોદી, વિદેશ પ્રધાન જયશંકર અને અજિત ડોભાલ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સહિત કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈ ભૂમિકા નથી. તેમની પાસે આ અંગે કોઈ પુરાવા પણ નથી.

કેનેડિયન મીડિયા રિપોર્ટ પર સ્પષ્ટતા કરતા જસ્ટિન ટ્રુડો સરકારે કહ્યું કે, ‘કેનેડા સરકારે આ નિવેદન આપ્યું નથી, ન તો તે વડાપ્રધાન મોદી, વિદેશ મંત્રી જયશંકર અથવા NSA અજિત ડોભાલને કેનેડામાં ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડતા કોઈ પુરાવાથી વાકેફ છે. આ અહેવાલ અટકળો પર આધારિત અને ખોટો છે.