International

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં ફરી બેંકિંગ કટોકટી શરૂ

વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાની સ્થિતિ વણસી રહી છે. અમેરિકન બેંકિંગ સિસ્ટમ સતત તરફ આગળ વધી રહી છે. બેંકો એક પછી એક નાદાર થઈ રહી છે. ગયા વર્ષે અમેરિકાની પાંચ બેન્કો નાદાર થઈ હતી. વર્ષ ૨૦૨૩માં સિલિકોન વેલી, સિગ્નેચર બેંક જેવી અમેરિકાની બેંકો બંધ કરવી પડી હતી. અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેંક પણ હવે બંધ થઈ ગઈ છે. અમેરિકન નિયમનકારોએ રિપબ્લિક ફર્સ્ટ બેંકની કમાન ફુલટન બેંકને સોંપી દીધી છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં ફરી બેંકિંગ કટોકટી શરૂ થઈ ગઈ છે. અમેરિકન રિપબ્લિક ફર્સ્ટ બેંક એપ્રિલના છેલ્લા સપ્તાહમાં વેચાઈ છે.

અમેરિકન રેગ્યુલેટર્સે આ બેંકની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે અને બેંકને વેચી દીધી છે. અમેરિકાના ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (હ્લડ્ઢૈંઝ્ર)એ ફુલ્ટન ફાઇનાન્સિયલ કોર્પોરેશનના યુનિટને ફુલટન બેંકને વેચવાની માહિતી આપી હતી. ગયા વર્ષે પ્રાદેશિક બેંકિંગ કટોકટીના કારણે અમેરિકામાં પાંચ બેંકો નાદાર થઈ ગઈ હતી. ત્યારથી પ્રાદેશિક બેંકો પર ભારે દબાણ છે. તેનો પ્રથમ શિકાર રિપબ્લિક ફર્સ્ટ બેંક ઓફ ફિલાડેલ્ફિયા હતી. તેની તમામ અસ્કયામતો અને એકાઉન્ટ્‌સ ફુલટન બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે. રિપબ્લિક ફર્સ્ટ બેંક પાસે કુલ છ અબજ ડોલરની સંપત્તિ છે અને ચાર અબજ ડોલરની થાપણો છે. બેંકની ૩૨ શાખાઓ છે. આ તમામનું નિયંત્રણ હવે ફુલટન બેંકમાં થશે.

ગયા વર્ષે અમેરિકામાં ૫ બેંકો પડી ડૂબી હતી, આ વર્ષે તેની શરૂઆત રિપબ્લિક ફર્સ્ટ બેંકથી થઈ હતી. અમેરિકાની સેન્ટ્રલ બેંકોએ લોકોને સરળતાથી પૈસા અને ભારે લિક્વિડિટીની લત લગાવી દીધી છે, પરંતુ હવે તેઓ ફુગાવાને કાબૂમાં રાખવા માટે પોલિસીને વધુ કડક બનાવી રહ્યા છે, જેના કારણે અમેરિકામાં નાણાકીય વ્યવસ્થામાં કટોકટી સર્જાઈ રહી છે.

અમેરિકન બેંકોને વર્ષ ૨૦૨૨માં ૬૨૦ બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા જે રીતે વ્યાજ દરોમાં વધારો કરવામાં આવી રહ્યો છે તેનાથી બેંકોની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. બેંકોની ખોટ વધી રહી છે. લોકો બેંકમાંથી પૈસા ઉપાડી રહ્યા છે તો ઊંચા વ્યાજદરના કારણે લોનનું વિતરણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. અમેરિકાની બેંકિંગ સિસ્ટમ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે.