National

બીસીસીઆઈએ ભૂતપૂર્વ ક્રિકેટરને સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા

BCCIએ આસામના ભૂતપૂર્વ ક્રિકેટર દેવજીત સાયકિયાને બોર્ડના કાર્યકારી સચિવ તરીકે નિયુક્ત કર્યા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માંથી જય શાહની વિદાય બાદ ખાલી પડેલી સેક્રેટરીની જગ્યા હાલમાં ભરવામાં આવી છે. છેલ્લા ૫ વર્ષથી બીસીસીઆઈના સચિવ રહેલા જય શાહે તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના અધ્યક્ષનું પદ સંભાળ્યું છે. જય શાહ મ્ઝ્રઝ્રૈં છોડીને ૈંઝ્રઝ્રમાં જાેડાવાને કારણે સેક્રેટરીની જગ્યા ખાલી પડી હતી, જેની હવે નિમણૂક કરવામાં આવી છે. બોર્ડમાં જાેઈન્ટ સેક્રેટરી તરીકે તૈનાત દેવજીત સૈકિયાને હાલ માટે કાર્યકારી સચિવ બનાવવામાં આવ્યા છે.

તેણે તાજેતરમાં આઈસીસીની બેઠકમાં પણ ભાગ લીધો હતો, જેમાં જય શાહે અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. જય શાહે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતાની સાથે જ બીસીસીઆઈમાં સેક્રેટરીનું પદ છોડવું પડ્યું હતું. આ સ્થિતિમાં બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ ર્નિણય લઈને ચોંકાવનારો છે. પોતાની બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને તેમણે દેવજીત સાયકિયાને આ પદ પર નિયુક્ત કર્યા. જાે કે દેવજીત સૈકિયાને કાર્યવાહક સચિવ બનાવવામાં આવ્યા છે.

તેમને આ પદ માટે કાયમી જવાબદારી સોંપવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી એટલે કે લગભગ ૧૦ મહિના સુધી મ્ઝ્રઝ્રૈં સેક્રેટરીના પદ પર રહી શકે છે. આ સાથે તેઓ ૈંઝ્રઝ્ર બોર્ડમાં મ્ઝ્રઝ્રૈંના પ્રતિનિધિ પણ હશે, જે જવાબદારી શાહ અત્યાર સુધી નિભાવી રહ્યા હતા. દેવજીત ભારત તરફથી ક્રિકેટ રમ્યો નથી, પરંતુ તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહ્યો છે. તેણે આસામ માટે રણજી ટ્રોફી ક્રિકેટ રમી, જ્યાં તેણે વિકેટકીપર-બેટ્‌સમેનની ભૂમિકા ભજવી. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ માટે જાણીતો હતો.

આસામના રહેવાસી દેવજીત હાલમાં બીસીસીઆઈમાં જાેઈન્ટ સેક્રેટરી છે. ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર હોવા ઉપરાંત દેવજીત વ્યવસાયે વકીલ પણ છે. બીસીસીઆઈમાં જાેડાતા પહેલા તેઓ આસામ ક્રિકેટ એસોસિએશનમાં સેક્રેટરી તરીકે પણ નિયુક્ત હતા. મ્ઝ્રઝ્રૈંમાં સેક્રેટરીનો હોદ્દો સંભાળતા જય શાહે ક્રિકેટના હિતમાં ઘણા મહત્વના ર્નિણયો લીધા હતા. હવે તે ICC માં મુખ્ય ભૂમિકામાં જાેવા મળી રહ્યો છે. આ વર્ષે તેઓ બિનહરીફ ICC ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેમને ૈંઝ્રઝ્રના ૧૬મા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

શાહે થોડા દિવસ પહેલા જ ચાર્જ સંભાળ્યો હતો. જય શાહ ICC ની અધ્યક્ષતા મેળવનાર સૌથી યુવા વ્યક્તિ છે. તેણે ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેનું સ્થાન લીધું છે. ICC અધ્યક્ષ બન્યા બાદ જય શાહે કહ્યું હતું કે, ICC અધ્યક્ષની ભૂમિકા માટે પસંદગી થવા પર ડિરેક્ટર્સ અને મેમ્બર બોર્ડના સમર્થન અને વિશ્વાસ બદલ હું આભારી છું. વૈશ્વિક ક્રિકેટમાં અપાર સંભાવનાઓ છે અને હું રમતને નવી ઊંચાઈએ લઈ જવા માટે દરેક તક પર ICC ટીમ અને સભ્ય દેશો સાથે કામ કરવા આતુર છું.’