ઔષધિય ગુણો ધરાવતું અને અત્યંત દુર્લભ કૃષ્ણવડ ગુજરાતમાં માત્ર ૧૫ સ્થાને ઉપલબ્ધ છે; હવે તેને ૧૫૭ નગરપાલિકાઓમાં રોપવામાં આવશે
ડાકોરથી દ્વારકા સુધીની વડવૃક્ષ યાત્રાઃ હાલોલ નગરપાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ વિભાગ ‘મિશન કૃષ્ણવડ’ દ્વારા આપી રહ્યા છે પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ વોર્મિંગના પડકારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણની રક્ષાના ઉમદા ઉદ્દેશ સાથે દેશભરમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કર્યું છે. તેમણે આ અભિયાન દ્વારા લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવાની પ્રેરણા આપી છે. વડાપ્રધાનશ્રીના આ વિઝનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મિશન મોડમાં સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ ગુજરાતમાં ગ્રીન કવરની વૃદ્ધિ માટે મોટા પાયે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવી રહ્યું છે. માર્ચ ૨૦૨૫ સુધીમાં ગુજરાત ૧૭ કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય ધરાવે છે.
‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકાએ એક વિશેષ પ્રયાસ કર્યો છે અને પોતાના પ્રકૃતિપ્રેમને સોનેરી અવસરમાં બદલ્યો છે. હાલોલ નગરપાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં વૃક્ષની દુર્લભ પ્રજાતિ કૃષ્ણવડ ઉગાડવાની વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. ડાકોરથી દ્વારકા સુધી પર્યાવરણ પ્રેમનો સંદેશો આપશે ‘કૃષ્ણવડ અભિયાન’- સર્વે ભવન્તુ સુખિનઃ’ના ભાવથી નાગરિકો માટે હંમેશા કાર્યરત રહેતી હાલોલ નગરપાલિકાએ આ વડવૃક્ષ યાત્રાની શરૂઆત ૨૭ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ નંદ મહોત્સવના દિવસે કૃષ્ણમય ભૂમિ ડાકોરથી કર્યો હતો. વૃક્ષની દુર્લભ પ્રજાતિઓના સંરક્ષણનું બીડું ઝડપનારા હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી હિરલબેન ઠાકરે વધુમાં વધુ લોકોને કૃષ્ણવડ અભિયાનમાં જાેડાવાનું આહ્વાન કર્યું છે.
પ્રકૃતિની સેવા માટે હંમેશા તત્પર રહેતાં શ્રી હિરલબેને મિશન કૃષ્ણવડના વિચારબીજ અંગે જણાવ્યું કે, “આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલા ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત મને વૃક્ષની દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિને વિકસિત કરવાનો વિચાર આવ્યો. કૃષ્ણવડ એ ભારતીય પ્રજાતિ છે, જે ગુજરાતમાં માત્ર ૧૫ સ્થાનો પર ઉપલબ્ધ છે.
મેં મારા ખેતરમાં વાવેલા કૃષ્ણવડની ડાળીઓ કટિંગ કરીને હાલોલ રાણીપુરા ખાતે આવેલી ફોરેસ્ટ નર્સરીને આપી અને તેમણે કૃષ્ણવડની ૨૦૦થી વધુ કલમો વિકસિત કરીને આ વડવૃક્ષ યાત્રાને વેગ આપ્યો. માનનીય પ્રાદેશિક કમિશ્નર શ્રી એસ.પી.ભગોરા, ફોરેસ્ટ વિભાગના ડ્ઢર્હ્લં શ્રી ડૉ. મીનલ જાની, ઇર્હ્લં શ્રી નિધિ દવે તથા હાલોલ જંગલખાતાના ફોરેસ્ટર રોહિત મકવાણાના સહયોગથી આ અભિયાન શક્ય બન્યું છે.” મિશન કૃષ્ણવડઃ ૧૫૭ નગરપાલિકાઓમાં દુર્લભ પ્રજાતિના છોડ વાવવામાં આવશે- વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત હાલોલ નગરપાલિકાની દુર્લભ કૃષ્ણવડ વાવવાની પહેલ એક વિચારબીજમાંથી વટવૃક્ષ બનવા જઈ રહી છે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કૃષ્ણવડને લુપ્તપ્રાય પ્રજાતિના ચોકઠાંમાંથી દૂર કરવાનો છે. આ અભિયાન અંતર્ગત ૨૬મી જાન્યુઆરી સુધીમાં રાજ્યની તમામ ૧૫૭ નગરપાલિકાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને કૃષ્ણવડ જેવી રૅર પ્રજાતિના સંરક્ષણ સાથે પ્રકૃતિની રક્ષાનો સંદેશ પણ મહત્તમ લોકો સુધી પહોંચશે. આ અભિયાન હેઠળ વડોદરા ઝોનની બધી જ નગરપાલિકમાં કૃષ્ણવડ રોપાઇ ચૂક્યા છે તથા ગુજરાતના અન્ય ૫ ઝોનના નગરપાલિકા વિસ્તાર મળીને કુલ ૪૦ કૃષ્ણવડ વાવવામાં આવ્યા છે. ડાકોરથી શરૂ થયેલી આ વડ વૃક્ષ યાત્રા ૨૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં વિરમશે. જાેકે, એક પ્રકૃતિપ્રેમી તરીકેની યાત્રા તો વણથંભી જ રહેશે તેવું શ્રી હિરલબેન ઠાકર જણાવે છે.
‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ કૃષ્ણવડની પસંદગી શા માટે કરવામાં આવી? ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ માટે હાલોલ નગરપાલિકાએ કૃષ્ણવડની જ શા માટે પસંદગી કરી એ અંગે જણાવતાં શ્રી હિરલબેન ઠાકર જણાવે છે કે, “પ્રકૃતિ એ પરમાત્મા છે. સનાતન સંસ્કૃતિમાં પ્રકૃતિને પૂજવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં પોતાને વૃક્ષોમાં અશ્વસ્થ એટલે કે પીપળો પોતે છે એવું જણાવ્યું છે.
કૃષ્ણ સાથે જાેડાયેલ વૃક્ષ એટલે કૃષ્ણવડ. વડ તો ધાર્મિક ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. એટલે જ આ દુર્લભ વનસ્પતિના સંરક્ષણનો સંદેશ પહોંચાડવો જરૂરી છે.” અનેક ઔષધિય ગુણો ધરાવતા કૃષ્ણવડનું બીજું નામ માખણ કટોરા વડ કઈ રીતે પડ્યું? વડની ખાસિયત એ છે કે, તેમાં અનેક ઔષધિય ગુણો હોવાથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. ચર્મ રોગ, દાંતના રોગ, પેટના રોગ, ડાયાબિટીસ વગેરેના નિવારણ માટે વડ ખૂબ જ ઉપયોગી છે. વડના પાંદડામાં પ્રોટીન, ફાઈબર, કૅલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષકતત્વો રહેલાં છે અને હિંદુ ધર્મમાં તો વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે.
વડવાઈનું દાતણ હલતા દાંત ચોંટાડી આપે છે અને નિઃસંતાન સ્ત્રીઓ માટે વડનું દૂધ દવા સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે. વડના ફળ ઉપર કેટલાંય પંખીઓ નભે છે. કૃષ્ણવડ પણ વડની જ એક દુર્લભ પ્રજાતિ છે, જેને સંપૂર્ણ વિકસિત થવામાં વર્ષો લાગે છે. રસપ્રદ વાત એ છે કે, કૃષ્ણવડ સાથે એવી લોકવાયકા જાેડાયેલી છે કે તેના પાંદડા વળી ગયેલા એટલે કે કટોરા પ્રકારના હોવાથી ભગવાન શ્રીકૃષ્ણ એમાં માખણ સંતાડીને ખાતાં હતાં અને એટલે જ કૃષ્ણવડને માખણ કટોરા વડ પણ કહેવામાં આવે છે.

