National

ભારત અને ચીન વચ્ચે પુર્વીય લદાખમાં ડેમચોક તથા દેપસાંગમાં ૨૦૨૦ની સમજુતીમાં પેટ્રોલીંગ મુદે પણ નવા ર્નિણય લેવાયા

ભારત અને ચીન વચ્ચે પુર્વીય લદાખમાં ડેમચોક તથા દેપસાંગમાં બન્ને દેશો સૈન્ય ૨૦૨૦ની સ્થિતિએ પરત ખેચી લે તેવી થયેલી સમજુતીમાં પેટ્રોલીંગ મુદે પણ નવા ર્નિણય લેવાયા છે અને હાલ ડેમેચોકમાં બન્ને દેશોની સેનાએ એક પેટ્રોલીંગ પોઈન્ટ પર એક વખત પેટ્રોલીંગ પુરૂ કર્યુ છે. આજે દેશોની સેનાઓ સ્વતંત્ર-પેટ્રોલીંગ કરે છે. આ જ રીતે દેપસાંગમાં પણ બન્ને દેશોની સેનાએ એક એક વખત પેટ્રોલીંગ કર્યુ છે.

હવે શિયાળો શરૂ થતા હિમવર્ષા વધશે તેવી પેટ્રોલીંગની સંખ્યા મર્યાદીત રહેશે એટલું જ નહી પેટ્રોલીંગ પુર્વે બન્ને એકબીજા ને આગોતરી જાણ પણ કરે છે અને ૨૦૨૦માં જેટલી સંખ્યામાં પેટ્રોલીંગ થતુ હતું તેટલી જ સંખ્યામાં નવી સમજુતીમાં પેટ્રોલીંગ થશે તેનાથી વધુ પેટ્રોલીંગ કરાશે નહી. અગાઉ પેટ્રોલીંગની સંખ્યા નિશ્ચિત ન હતી તેના કારણે અનેક પરત ચીની સૈનિકોએ તેનો ગેરલાભ ઉઠાવીને પોતાના સૈન્ય બાંધકામ વધારી દીધા હતા પણ હવે ભારત વધુ સજાગ છે અને પેટ્રોલીંગ પોઈન્ટ અને સંખ્યા પણ નિશ્ચિત કરે છે.

દેપસાંગ અને ડેમેચોકએ બન્ને વચ્ચે પેટ્રોલીંગનું અંતર ટુકુ છે પણ તે માર્ગ વિકટ છે તેથી તમો ૫-૬ કલાક પેટ્રોલીંગ માટે લે છે ત્યારે પણ ખાસ પોઈન્ટને આવરી લેવાય તો પેટ્રોલીંગ ૨૦ કલાકનો સમય લે છે. જાે કે ડેમચોકમાં ભારતે જે પેટ્રોલીંગનો નવો માર્ગ બનાવ્યો છે. તેની સામે ચીનને વાંધો હોવાથી હાલ તેના પર પેટ્રોલીંગ થશે નહી.