National

ભારતીય નૌકાદળનું જહાજ શિવાલિક સિંગાપોરથી રવાના થયું

જિમેક્સ ૨૪ અને રિમપેક ૨૪માં ભાગ લેશે

દક્ષિણ ચીન સાગર અને પ્રશાંત મહાસાગરમાં સ્થિત મિશન આઈએનએસ શિવાલિક, જાપાનના યોકોસુકા જવા માટે ૩૦ મે, ૨૪ના રોજ સિંગાપોરથી રવાના થયું.

સિંગાપોર ખાતે જહાજના ઓટીઆર દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં બેઝ કમાન્ડર, ચાંગી નેવલ બેઝ સાથે મુલાકાત, ક્રાનજી યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવી, સિંગાપોરમાં ભારતના હાઈ કમિશનર સાથે મુલાકાત, આઈએફસીની મુલાકાત, સવારમાં લગભગ ૮૦ શાળાના બાળકોની મુલાકાત, ઓનબોર્ડ પર ભારત અને ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરની મુલાકાત અને યુએસએસ મોબાઇલ (એલસીએસ)ની ક્રોસ-ડેક મુલાકાત, જે દરિયાઇ સંબંધો અને નૌકાદળ વચ્ચેના સહિયારા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે તેનો સમાવેશ થાય છે જે મુખ્યરુપે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજન (સાગર)ના દાયરામાં છે.
આઈએનએસ શિવાલિક સિંગાપોરથી રવાના થયા બાદ જિમેક્સ ૨૪ અને રિમપેક ૨૪માં ભાગ લેવાના છે. આ વ્યવસ્થાનો ઉદ્દેશ જેએમએસડીએફ, યુએસ નેવી અને રિમપેક ૨૪માં ભાગ લેનારા અન્ય ભાગીદાર નૌકાદળ સાથે આંતરવ્યવહારિકતાની ડિગ્રી વધારવાનો છે.