National

મેજર જનરલ હર્ષ છિબ્બરે સિકંદરાબાદની કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટના કમાન્ડન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

મેજર જનરલ હર્ષ છિબ્બરે ૩૧ મે, ૨૪ના રોજ રિયર એડમિરલ સંજય દત્ત પાસેથી સિકંદરાબાદની કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટના કમાન્ડન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી મેજર જનરલ હર્ષ છિબ્બરને ડિસેમ્બર ૧૯૮૮માં આર્મી સવિર્સ કોર્પ્સમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

મેજર જનરલ હર્ષ છિબ્બરે બિઝનેસ મેનેજમેન્ટ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એમ.ફિલની બે ડિગ્રીની સાથે પબ્લિક પોલિસી પર ડોક્ટર ઓફ ફિલોસોફી (પીએચડી)ની પદવી મેળવી છે. તેમણે ટેકનિકલ સ્ટાફ ઓફિસર્સ કોર્સ (ટીએસઓસી), હાયર ડિફેન્સ મેનેજમેન્ટ કોર્સ (એચડીએમસી) અને એડવાન્સ્ડ પ્રોફેશનલ પ્રોગ્રામ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન (એપીપીપીએ) પણ હાથ ધર્યું છે.

મેજર જનરલ છિબ્બરના લશ્કરી અનુભવમાં પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ ક્ષેત્રોમાં પેરા એએસસી કંપની, એક એએસસી બટાલિયન અને એએસસી ટ્રેનિંગ સેન્ટરની કમાન સહિત વિભિન્ન મહત્વપૂર્ણ કાર્ય સામેલ છે. તેઓ પૂર્વીય ક્ષેત્રમાં બ્રિગેડિયર જનરલ સ્ટાફ (ઇન્ફોર્મેશન સિસ્ટમ) અને નોર્ધન સેક્ટરમાં મેજર જનરલ (ઓપરેશનલ લોજિસ્ટિક્સ) રહી ચૂક્યા છે. તેમણે આર્મી સવિર્સ કોર્પ્સ સેન્ટર એન્ડ કોલેજમાં પ્રશિક્ષક તરીકે અને કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટમાં ડિરેક્ટરિંગ સ્ટાફ અને ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ વિભાગના વડા તરીકે પણ સેવા આપી છે. તેમના મારફતે વિકસિત અને અમલમાં મૂકાયેલી સોફ્‌ટવેર એપ્લિકેશનો મોટી સંખ્યામાં એકમોમાં ઉપયોગમાં છે.