National

રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તથા વૈશ્વિક અગ્રણી જેબિલ વચ્ચે MOU સંપન્ન થયા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની મેઈક ઇન ઇન્ડિયા પહેલને આ MOU થી વેગ મળશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના ટેક લેન્ડસ્કેપમાં વધુ એક સીમાચિન્હ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ટેક ઇકો સિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઉમેરતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જેબિલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર સ્ર્ંેં કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત ટેકનોલોજી અને ઉદ્યોગોમાં નોંધપાત્ર પરિવર્તનનું વાહક બન્યું છે અને ડિજિટલ ઇનોવેશન માટે વૈશ્વિક હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે.

આ સંદર્ભમાં ભારત સેમિકન્ડક્ટર મિશન, ઇન્ડિયા એઆઈ મિશન, નેશનલ ક્વોન્ટમ મિશન જેવી અગ્રણી પહેલો સાથે છૈં, ૈર્ંં્‌ અને ૫ ય્ ટેકનોલોજી સાથે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા સજ્જ થયા છે. વડાપ્રધાનશ્રીના દિશાદર્શન અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત આ પરિવર્તન યાત્રામાં અગ્રેસર છે તેને વધુ વેગવંતી બનાવવામાં આ સ્ર્ંેં એક વધુ સફળ કદમ બનશે. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને એન્જીનિયરીંગ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઈન સોલ્યુશન્સ માં વર્લ્ડ લીડર જેબિલ વચ્ચે થયેલા આ સ્ર્ંેં અનુસાર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ડ્ઢજીૈંઇમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાના સંભવિત રોકાણોની નેમ જેબિલ ધરાવે છે.

આ નવા યુનિટ સાથે જેબિલ અને ગુજરાત સરકાર સાથે મળીને નેટવર્કિંગ, કેપિટલ ગુડસ, ઓટોમોટિવ અને અન્ય વિષયમાં પણ ધ્યાન કેન્દ્રિત કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલા આ સ્ર્ંેં અન્વયે જેબિલ આગામી ૨૦૨૭ સુધીમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવા અને અંદાજે ૫૦૦૦થી વધુ રોજગાર અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધ છે.

આના પરિણામે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેપેસિટીને વેગ મળતા નવું સ્કીલ ડેવલપમેન્ટ વિસ્તૃત બનશે. આ સ્ર્ંેં પર જબીલ વતી શ્રી બી એન શુક્લા, (ઓપરેશન ડાયરેક્ટર) અને શ્રી મનીષ ગુરવાણી, મિશન ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન (ય્જીઈસ્) દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવશ્રી મોના ખંધાર અને શ્રી ફ્રેડરિક મેકકોય, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, ગ્લોબલ વચ્ચે આ સ્ર્ંેંનું આદાનપ્રદાન થયું હતું. રાજ્યમાં ય્જીઈસ્ નોડલ અમલીકરણ એજન્સી તરીકે ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં રોકાણની સુવિધા માટે સહયોગ આપે છે.

“આ સ્ર્ંેં ઉચ્ચ-કુશળ નોકરીની તકો અને વિશ્વ-કક્ષાના ઉત્પાદનોનું ઉત્પાદન કરીને રાજ્યની ટેકનોલોજી ઇકોસિસ્ટમને મજબૂત કરશે. ધોલેરા જીૈંઇ સરકાર દ્વારા હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગને ટેકો આપવા માટે ઉદ્યોગ-તૈયાર પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્યક્ષમ લોજિસ્ટિકલ ફ્રેમવર્ક સાથે વિકસાવવામાં આવી છે. તે વડાપ્રધાનશ્રીની મેક ઇન ઈન્ડિયા પહેલને વેગ આપશે. વિશ્વની ટોચની બ્રાન્ડ્‌સ માટે વિશ્વસનીય ભાગીદાર જેબિલ વ્યાપક એન્જિનિયરિંગ, ઉત્પાદન અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ ઓફર કરે છે.

સમગ્ર ઉદ્યોગોમાં ૫૦ વર્ષથી વધુના અનુભવ અને વિશ્વભરમાં ૧૦૦ થી વધુ સાઇટ્‌સના વિશાળ નેટવર્ક સાથે, સ્કેલેબલ અને કસ્ટમાઇઝ્‌ડ સોલ્યુશન્સ બંનેને પહોંચાડવા માટે સ્થાનિક કુશળતા સાથે તે વૈશ્વિક પહોંચને પણ જાેડે છે. ગુજરાતમાં માઈક્રોન, ટાટા ઈલેક્ટ્રોનિક્સ, સીજી પાવર અને ક્રેઈન્સ જેવા ટેક્નોલોજી લીડર્સ દ્વારા સેમિકન્ડક્ટર કામગીરી સ્થાપિત કરવામાં આવી છે . ટાટા ગ્રૂપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (્‌ઈઁન્) ધોલેરા ખાતે ભારતની પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ બનાવી રહી છે.

ભારતમાં જેબિલ નું આયોજિત વિસ્તરણ ટેક્નોલોજી કંપનીઓ માટે ધોલેરામાં હવે અસાધારણ તકોના વિકાસને વેગ આપવા સાથોસાથ એક મજબૂત અને સિનર્જિસ્ટિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન પૂરૂ પાડશે. આ સ્ર્ંેં સાઈનીંગ અવસરે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જાેષી, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અગ્રસચિવ સુશ્રી મોના ખંધાર તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને જેબિલ ના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.