દાહોદઃ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત હજારો વર્ષ જૂના આ શહેરમાં થઈ રહ્યો છે અત્યાધુનિક વિકાસ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો દાહોદ જિલ્લો આજે ભારતના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત નોંધપાત્ર પ્રગતિ સાધી રહ્યો છે. આ મિશનની શરૂઆત જૂન ૨૦૧૫માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ જીવનની ગુણવત્તામાં સુધાર લાવીને અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપીને શહેરી વિસ્તારોમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.
આ મિશન હેઠળ, દાહોદ ખાતે ?૧૨૧ કરોડના અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર વિકસિત કરવામાં આવ્યું છે. ઉપરાંત, દાહોદમાં સ્થિત ઐતિહાસિક છાબ તળાવ, જે દાહોદના નાગરિકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે, તેનો પણ ?૧૨૦.૮૭ કરોડના ખર્ચે પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે શહેરી માળખાકીય સુવિધાઓ, જીવનની ગુણવત્તા અને ટકાઉ વિકાસને વધારવા માટે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે ૨૫ જૂન, ૨૦૧૫ના રોજ સ્માર્ટ સિટીઝ મિશનની શરૂઆત કરી હતી. આ મિશનનો હેતુ સામાજિક, નાણાકીય અને સંસ્થાકીય પાસાઓનો વિકાસ કરીને શહેરોને મોડલ શહેરી વિસ્તારોમાં પરાવર્તિત કરવાનો છે. આ મિશન હેઠળ, સમગ્ર ભારતમાંથી ૧૦૦ શહેરો પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ, એમ છ શહેરોની પસંદગી કરવામાં આવી છે.
દાહોદને સ્માર્ટ સિટીઝ મિશન હેઠળના ૧૦૦ શહેરોમાંના એક તરીકે પસંદ કરવામાં આવ્યું હતું, કારણકે આ પ્રદેશ મુખ્યત્વે જંગલોથી આચ્છાદિત છે અને તેમાં મુખ્યત્વે અનુસૂચિત જનજાતિ (આદિજાતિ)ના લોકો વસે છે. દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ – સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ દાહોદને ત્રીજા રાઉન્ડમાં સ્માર્ટ સિટી તરીકે વિકસિત કરવા માટે પસંદ કરવામાં આવ્યું હતું. કંપનીધારા, ૨૦૧૩ હેઠળ ૧૯ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ તરીકે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરિણામે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સના દેખરેખ અને સંચાલન માટે નોડલ એજન્સી તરીકે દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ ની સ્થાપના કરવામાં આવી હતી.
આ મિશન હેઠળ, DSCDL એ ?120.87 કરોડના ખર્ચે સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવનો પુનરોદ્ધાર કર્યો અને ?૧૨૧ કરોડના ખર્ચે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવ્યું. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉપયોગ કરીને નાગરિકોની સુરક્ષા વધારવા અને શહેરના વિકાસને વેગ આપવા માટે દાહોદ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નું નિર્માણ કર્યું છે. દ્ગૐ-૧૩ પર શહેરથી ૩ કિમી દૂર દાહોદ કલેક્ટર ઓફિસ કેમ્પસમાં આવેલી આ ય્ ૩ (ગ્રાઉન્ડ ફ્લોર ૩ માળ) બિલ્ડિંગમાં ક્લાઉડ-આધારિત ડિઝાસ્ટર રિકવરી સાથેનું અત્યાધુનિક ડેટા સેન્ટર છે. સેન્ટરના ઓપરેશનલ એરિયામાં ૭ટ૪ વિડિયો વૉલ પર ૨૫ ઓપરેટર્સ ચોવીસ કલાક શહેરનું નિરીક્ષણ કરે છે.