ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ ૨૦૨૪-૨૫ સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ કચેરી ખેડબ્રહ્મા – સાબરકાંઠા દ્વારા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ ૨૦૨૪-૨૫ના અમલ અંગે મંત્રીશ્રી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજિત રૂ.૨૦૧૦ લાખની જાેગવાઈ સામે અંદાજિત રૂ.૨૨૧૪ લાખ જેટલા કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લમાં અંદાજિત ૬૧૭ કામો દ્વારા ૨૧,૭૧૬ જેટલા લાભાર્થીઓને લાભ મળશે. મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં બેઠકમાં જિલ્લામાં પાક અને કૃષિ, પશુપાલન, ડેરી, વન, પર્યાવરણ, સહકાર, ગ્રામવિકાસ, વીજળી, ગ્રામ લઘુ ઉદ્યોગ અને રસ્તાઓ, શિક્ષણ અને સરકારી અનેક યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં લોકસભા સાસંદ શ્રી શોભાનાબેન બારૈયા અને રાજ્યસભા સંસદ સભ્ય શ્રી રમીલાબેન બારા, ખેડબ્રહ્મા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકા પ્રમુખ શ્રીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.