Sports

આઈપીએલ ૨૦૨૪ પોઈન્ટ ટેબલમાં ફેરફાર, ચેન્નાઈ સુપર કિંગ્સ ટોપ ૪માંથી બહાર થઇ

આઈપીએલ ૨૦૨૪માં મોટો ફેરફાર જાેવા મળ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં લખનૌએ તોફાની અંદાજથી જીત મેળવી લીધી હતી આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ આ સીઝનમાં પહેલી વખત ટોપ-૪થી બહાર થઈ ગઈ છે. જ્યારે કે.એલ રાહુલની કેપ્ટનશીપ વાળી લખનૌ સુપર જાયન્ટસે ટોપ-૪માં ફરી એક વખત એન્ટ્રી કરી લીધી છે.

આઈપીએલ ૨૦૨૪ના પોઈન્ટ ટેબલમાં હાલમાં રાજસ્થાન રોયલ્સ મજબુતી સાથે ટોપ પર છે. કારણ કે, ટીમે ૮માંથી ૭ મેચ જીતી લીધી છે. વધુ એક મેચ જીતતાની સાથે રાજસ્થાન રોયલ્સની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લેશે. બીજા નંબર પર હાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ છે. જે ૭માં ૫ મેચ જીતી ચુકી છે. આટલી જ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે જીત મેળવી છે પરંતુ કેકેઆરનો નેટ રન રેટ ખુબ સારો છે.

લખનૌએ સીએસકેને હરાવી ટોપ-૪માં એન્ટ્રી કરી લીધી છે. લખનૌની ટીમ આ સીઝનમાં ૮માંથી ૫ મેચ જીતી ચુકી છે અને હવે ચોથા સ્થાન પર યથાવત છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ૮માંથી ૪ મેચમાં જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલમાં આ ટીમ પાંચમાં સ્થાને છે.

સીઝનમાં પહેલી વખત ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ વાળી ટીમ ટોપ-૪માંથી બહાર થઈ ગઈ છે. સારી વાત તો એ છે કે, ગુજરાત ટાઈટન્સની ટીમે ૮ પોઈન્ટ કરી લીધા છે પરંતુ સીએસકેનો નેટ રન રેટ સારો છે. છઠ્ઠા સ્થાન પર ગુજરાત ટાઈટન્સના ખાતામાં ૪ જીત છે અને ટીમ ૮ મેચ રમી ચુકી છે. સાતમાં સ્થાન પર હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ છે.

જેણે ૮ માંથી ૩માં જીત મેળવી લીધી છે, ૮માં સ્થાન પર દિલ્હી કેપિટ્‌લસની ટીમનો કબજાે છે. જે ૮ મેચ રમી ચુકી છે અને ૩માં જીત મેળવી છે.૯માં સ્થાન પર પંજાબ કિંગ્સ છે, તેમજ આરસીબી છેલ્લા સ્થાન પર છે જે ૮માંથી માત્ર એક જ મેચ જીતી છે.