Sports

હાર્દિક પંડ્યાને હજુ સારું પ્રદર્સન કરવા માત્ર ૮ મેચ જ બાકી છે

ભારતીય સિલેક્ટર્સનું માનવું છે કે શિવમ દુબે, હાર્દિક પંડ્યાનો વિકલ્પ બની શકે છે

ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ની શરુઆત ૧ જૂનથી શરુ થશે, આને વધુ સમય પણ હવે નથી. આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની પસંદગી એપ્રિલ મે મહિનાના અંત સુધીમાં કરવામાં આવશે, પરંતુ આ પહેલા બીસીસીઆઈએ પસંદગી સમિતિ માટે ભારતીય ટી૨૦ ક્રિકેટ ટીમના ઉપ-કેપ્ટન હાર્દિક પંડ્યાનો ફોર્મ પણ ચિંતાનો વિષય છે. હાર્દિક પંડ્યા આઈપીએલ ૨૦૨૪માં ખરાબ ફોર્મમાં જાેવા મળી રહ્યો છે અને તેમણે બોલ અને બેટથી પહેલી ૬ લીગ મેચમાં સારું પ્રદર્શન કર્યું નથી. સીએસકે વિરુદ્ધ તેમણે એક ઓવરમાં ૨૬ રન કર્યા અને તેની બોલિંગ પર પણ સવાલો થઈ રહ્યા છે.

હાર્દિક પંડ્યાએ જે રીતનું પ્રદર્શન અત્યારસુધી કર્યું છે, ત્યારબાદ તેના પર સવાલો ઉઠી રહ્યા છે. જાે તેનું ખરાબ ફોર્મ આમ જ ચાલતું રહ્યું તો શું તે ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ની ભારતીય ટીમમાં સ્થાન બનાવી શકશે ? ભારતીય સિલેક્ટર્સ આ વાતથી જરુર ખુશ હશે કે, શિવમ દુબે, હાર્દિક પંડ્યાનો વિકલ્પ બની શકે છે.જે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આઈપીએલ ૨૦૨૪ની આ સીઝનમાં હાર્દિક પંડ્યા પોતાની ટીમ મુંબઈ માટે છઠ્ઠા નંબર પર બેટિંગ કરે છે અને તેમણે ૬ ઈનિગ્સમાં ૧૩૧ રન બનાવ્યા છે.

તેનો સ્ટ્રાઈક રેટ અત્યારસુધી ૧૪૫.૫૬નો રહ્યો છે. હાર્દિક પંડ્યા શાનદાર ખેલાડી છે તે ટીમમાં હોય છે ત્યારે ટીમ અનેક મેચ પણ જીતી ચુકી છે, પરંતુ હાલમાં તેનું ખરાબ ફોર્મ ચાલી રહ્યુ છે. જે ભારત માટે મોટી સમસ્યા બની શકે છે. આઈપીએલમાં તેનું બેટ અને બોલ બંન્ને શાંત જાેવા મળી રહ્યા છે.હાર્દિક પંડ્યાને હજુ ૮ લીગ મેચ રમવાની છે અને તેમણે આ દરમિયાન પોતાને સાબિત કરવાની તક છે. જાે તે પોતાને સાબિત નહિ કરી શકશે તો તેની ટિકિટ વર્લ્ડકપ માટે આવશે નહિ. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પણ તળિયે છે.