SFA ચેમ્પિયનશિપની નવી સિઝનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ ઇવેન્ટમાં 14, 764 એથ્લિટ્સ રમતા જોવા મળશે. જેમાં 387 શાળાના 3 થી 18 વર્ષની વયના આ બાળકો 16 રમતોમાં ભાગ લેશે, આ રમતો 4 સ્થળોએ યોજાશે.
અમદાવાદના ખેલાડીઓમાં ગત સિઝનથી બમણો વધારો જોવા મળ્યો છે. આ બાળકો IIT ગાંધીનગર, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી- PDEU, સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પોતાની સ્કિલ્સ દેખાડવાની તક હાંસલ કરશે. આ વર્ષની ચેમ્પિયનશિપ 26 નવેમ્બર સુધી ચાલશે.
SFA ચેમ્પિયનશિપના COO તથા ફાઉન્ડિંગ મેમ્બર રશસ જોશીએ કહ્યું હતું કે, ‘SFA ચેમ્પિયનશિપ એ ભારતભરમાં સ્પોર્ટ્સ અને યંગ ટેલેન્ટને આગળ વધારવાની ઉજવણીનું એક માધ્યમ છે. આ ઇવેન્ટ માત્ર સ્પર્ધા પૂરતી નથી. તે ખેલાડીઓને રમતમાં તેમના બેકગ્રાઉન્ડની ચિંતા વિના ભાગ લેવાની તક આપે છે. જેથી રમતોમાં આગળ વધવાનો જુસ્સો હાંસલ કરતા ખેલાડીઓને શોધવા લાયક માહોલ બનાવી શકાય.