Sports

આ ટુર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે; પાકિસ્તાન પાસે હોસ્ટિંગ છે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ લાહોરમાં રમાઈ શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે 19મી ફેબ્રુઆરીથી 9મી માર્ચ સુધી પાકિસ્તાનની યજમાનીમાં રમવાની છે.

ક્રિકબઝના અહેવાલ અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેનો ડ્રાફ્ટ શેડ્યૂલ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને સબમિટ કર્યો છે. આ મુજબ ભારત-પાકિસ્તાન મેચ લીગ તબક્કાની છેલ્લી મેચ હશે. રિપોર્ટ્સનું માનીએ તો આ મેચ લાહોરમાં રમાશે.

ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવા પર શંકા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ICCને ત્રણ સ્થળોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ત્રણ સ્થળો લાહોર, કરાચી અને રાવલપિંડી છે. પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની મળી છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ભારત ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં.

જો ભારત પાકિસ્તાન નહીં જાય, તો ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજવામાં આવી શકે છે, જેમ કે ગયા વર્ષે એશિયા કપમાં કરવામાં આવ્યું હતું, જેમાં ભારતની મેચ યુએઈમાં રમાઈ હતી.

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો આ ફોટો 17 જૂન 2017નો છે. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતને હરાવીને ટીમ ચેમ્પિયન બની હતી.
પાકિસ્તાન ક્રિકેટ ટીમનો આ ફોટો 17 જૂન 2017નો છે. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતને હરાવીને ટીમ ચેમ્પિયન બની હતી.

 

એશિયા કપની મેચો ભારતની વિનંતી પર શ્રીલંકામાં યોજાઈ હતી

ગત વર્ષે પણ એશિયા કપની યજમાની પાકિસ્તાનને મળી હતી. ત્યારે પણ જ્યારે ભારત ત્યાં નહોતું ગયું ત્યારે આ ટુર્નામેન્ટ ‘હાઈબ્રિડ મોડલ’ પર યોજાઈ હતી. ભારત સામેની મેચો શ્રીલંકામાં યોજાઈ હતી. કોલંબોમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 10 વિકેટે હરાવીને કપ જીત્યો હતો.

ટુર્નામેન્ટમાં 8 ટીમ ભાગ લેશે

છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ હતી. ત્યારબાદ ફાઇનલમાં ભારતને હરાવીને પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ હજુ બહાર આવ્યું નથી. આ ટુર્નામેન્ટમાં 8 ટીમ ભાગ લેશે અને તે બે અઠવાડિયા સુધી ચાલશે.