Entertainment

શ્વેતા તિવારીએ તેમના ત્રીજા લગ્ન મુદ્દે સ્પષ્ટતા કરી, અંગત જિંદગી માટે ફરી હેડલાઈન્સમાં..

અભિનેત્રી શ્વેતા તિવારી કસૌટી જિંદગી કી શોથી ફેસમ બની છે. આ શોમાં તે પ્રેરણાના રોલમાં હતી. અભિનેત્રી જેટલી પોતાની પ્રોફેશનલ લાઈફ માટે સમાચારમાં રહે છે તેટલી જ તે પોતાની અંગત જિંદગી માટે પણ હેડલાઈન્સમાં રહે છે. તેણે બે વાર લગ્ન કર્યા અને બંને લગ્ન ટક્યા નહીં. થોડા સમય પહેલા તેના ત્રીજા લગ્નની અફવાઓ હતી.

અભિનેતા વિશાલ આદિત્ય સિંહ સાથેના તેના લગ્નનો નકલી ફોટો વાયરલ થયો હતો. વાસ્તવમાં, સ્વરા ભાસ્કરના લગ્નના રજિસ્ટ્રેશનના ફોટામાં વિશાલ આદિત્ય સિંહ અને શ્વેતા તિવારીના ચહેરા સુપરઇમ્પોઝ કરવામાં આવ્યા હતા. હવે શ્વેતાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા શ્વેતાએ કહ્યું કે તે ટ્રોલિંગને વધારે મહત્વ નથી આપતી.

શ્વેતાએ કહ્યું કે કરિયરના શરૂઆતના દિવસોમાં તેને સીધી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. વિશાલ સાથેના લગ્નની નકલી અફવાઓ અને ફોટા પર તેણે કહ્યું- ‘દર વર્ષે હું ફરીથી લગ્ન કરું છું. મેં ત્રણ વાર લગ્ન કર્યા છે.

ઈન્ડિયા ફોરમ સાથે વાત કરતી વખતે વિશાલે કહ્યું હતું કે, શ્વેતા સાથેના તેના સમીકરણ અંગે કંઈપણ સ્પષ્ટ કરવાની જરૂર નથી કારણ કે તે જાણે છે કે તેમની વચ્ચે શું સંબંધ છે. વિશાલે કહ્યું કે તે શ્વેતાને મમ્મી કહે છે અને તે આવા ફોટાથી પરેશાન નથી.

શ્વેતા તિવારીના પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા. આ લગ્નથી તેમને એક પુત્રી પલક તિવારી છે. પરંતુ આ લગ્ન ટકી શક્યા નહીં. શ્વેતાએ રાજા પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. આ પછી તેણે અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા. આ લગ્નથી તેને એક પુત્ર રેયાન કોહલી છે. આ લગ્ન પણ ટકી શક્યા નહીં અને શ્વેતાના છૂટાછેડા થઈ ગયા.