Entertainment

બોબી દેઓલના અભિનયવાળી “આશ્રમ” વેબ સિરીઝની ત્રીજી સીઝનના બીજા ભાગનું ટીઝર રીલીઝ

“આશ્રમ” એક હિટ વેબ સિરીઝ છે, જે બોબી દેઓલના અભિનયથી ચર્ચામાં રહી છે. આ શ્રેણીનું પ્રથમ સીઝન સ્ઠ ઁઙ્મટ્ઠઅીિ પર રિલીઝ થયું હતું, અને તે ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે, ત્રીજી સીઝન પણ આવી રહી જેનું ટ્રેલર બહાર પડી ગયું છે. આશ્રમ સીઝન ૩ના ભાગ ૨ નું ટીઝર હવે બહાર આવી ચૂક્યું છે. આ ટીઝરમાં બોબી દેઓલનો નવો લૂક દરેકના દિલોમાં ફરીથી ડર પડે કરી શકે છે.

સીઝન ૩માં, બાબા નિરાલા પોતાનાં નવા શિકારો તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ તે જાણે છે કે હવે તેની સામે નવા ખતરો છે. હવે, સીઝન ૩ ના પાર્ટ ૨ ની રાહ દર્શકો ઉત્સુકતાથી જાેઈ રહ્યા છે. ટીઝરમાં દર્શાવાતી ઘટનાઓથી એટલું કહી શકાય છે કે આગળ જાેવાનું ખૂબ જ રસપ્રદ હશે. મેકર્સે સીઝન ૩ના બીજામાં જે સંકટ અને યુદ્ધ બતાવ્યું છે, તે દર્શકો માટે એક મોટું આકર્ષણ બની ગયું છે.

આશ્રમ સીઝન ૩ ના ભાગ ૨ની રિલીઝ ડેટ વિશે હજુ કોઇ જાહેર માહિતી નથી, પરંતુ ટીઝર જાેઈને એટલું કહીએ શકીએ છીએ કે આ સિરીઝ ૨૦૨૫ના શરૂઆતના ૪ મહિનામાં રિલીઝ થઈ શકે છે.