Gujarat

કાંકણપુર આર્ટસ કોમર્સ કૉલેજમાં તૃતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

કાંકણપુર આર્ટસ કોમર્સ કૉલેજમાં તૃતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

રિપોર્ટ વિનોદ રાવળ,ગોધરા(પંચમહાલ):

ગોધરા તાલુકાની શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.એચ ગાર્ડી કૉમર્સ કૉલેજ,કાંકણપુરમાં તાજેતરમાં તૃતીય વર્ષ બી.એ.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકોએ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસમાં કારકિર્દી વિશે માહિતી આપી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.કેમ્પસ ડાયરેક્ટર પ્રો. કશ્યપ મહેતાએ વિદ્યાર્થીઓને જીવનોપયોગી સલાહ આપી હતી. કૉલેજના આચાર્ય ડૉ. જગદીશ પટેલે અભ્યાસમાં ખૂબ આગળ વધવા અને ખૂબ મહેનત કરી , સફળતા હાંસલ કરી માતા-પિતા અને કૉલેજનું નામ રોશન કરવા પ્રોત્સાહન આપ્યું હતું . કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. વિદાય લઈ રહેલાં વિદ્યાર્થીઓ ભાવવિભોર થઈ કોલેજમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. ફોટો સેશનમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ સંભારણા માટે ગૃપ ફોટોગ્રાફી કરાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. એસ.એસ. રખિયાણિયાએ કર્યું હતું.

IMG-20250401-WA0055-2.jpg IMG-20250401-WA0054-0.jpg IMG-20250401-WA0056-1.jpg