Gujarat

ખેડૂતોને જરૂરિયાત મુજબ સબસિડાઇઝડ રાસાયણિક ખાતરો સમયસર અને પૂરતા જથ્થામાં મળી રહે તે વિશે તાલીમ કાર્યક્રમ યોજયો

વર્ષ ૨૦૨૫-૨૬ની ખરીફ સિઝનના આગોતરા આયોજન રૂપે જૂનાગઢ જિલ્લાના ખેતીવાડી ખાતા દ્વારા ખેતીના પાયાના એકમ રાસાયણિક એવા ખાતર નું POS(પોઈન્ટ ઓફ સેલ) મશીન થી વેચાણ કરતા વિક્રેતાઓને સબસીડી વાળુ રાસાયણિક ખાતર ઔધોગિક એકમોમાં જતું અટકે અને ખેડૂત ખાતેદારોને જરૂરિયાત મુજબ સબસિડાઇઝડ રાસાયણિક ખાતરો સમયસર અને પૂરતા જથ્થામાં મળી રહે તે વિશે જાગૃતિ અર્થે જિલ્લાના POS ધારક વિક્રેતાઓનો તાલીમ કાર્યક્રમ જૂનાગઢ ખાતે યોજવામાં આવી હતી.

આ કાર્યક્રમ જિલ્લાની નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરી તથા જિલ્લાની રાસાયણિક ખાતર વિતરક કંપની KRIBHCOના સંયુક્ત ઉપક્રમે મુખ્ય અતિથિ તરીકે શ્રી એમ.એમ. કાસુન્દ્રા (સંયુક્ત ખેતી નિયામક-વિસ્તરણ, જૂનાગઢ)ની ઉપસ્થિતીમાં યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જીલ્લામાં આવેલ રાસાયણિક ખાતરના વિક્રેતાઓના ifms પોર્ટલ ઉપર લાયસન્સ અપડેટ કરવા, જે વિક્રેતાઓના લાયસન્સની મુદત પૂર્ણ થઇ ગયેલ હોય અને રીન્યુ ના કરાવ્યા હોય તથા જે વિક્રેતાઓ લાંબા સમયથી રાસાયણિક ખાતરના વેચાણ ન કરતા હોય તેવા વિક્રેતાઓને શોર્ટલીસ્ટ કરી ડીએક્ટીવેટ કરવા અને પ્રધાનમત્રી કિસાન સમૃધી કેન્દ્ર (PMKSK) મા બાકી રહેલ અને નવા વિક્રેતોને PMKSKમાં રૂપાંતરિત કરવા પર ભાર આપવામાં આવ્યો.

સરકારશ્રીની યોજના તથા POS machine/Thumb સ્કેનર નું રાસાયણિક ખાતર વેચાણમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય અને POS મશીન દ્વારા વેચાણનું સબસીડાઈઝડ ખાતર માટે મહત્વ વિગેરે વિષયક જાણકારી મલ્ટી મીડિયાના ઉપયોગ દ્વારા આપવામાં આવી. ઉપરાંત સબસીડાઈઝડ રાસાયણિક ખાતર ખાસ કરીને યુરીયા ખાતરનું અન્ય ઇન્ડસ્ટ્રિઝ માં ડાયવર્ઝન રોકવા બાબતે માહિતગાર કરવામાં આવ્યા. વધુમાં રાસાયણિક ખાતરમાં થતી ભેળસેળને પારખવાની રીતો અને રાસાયણીક ખાતરના સંગ્રહ સમયે રાખવાની તકેદારી વિશે માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત વિક્રેતાઓને રાસાયણિક ખાતર વિશેના ફાયદાના પ્રાવધાનો વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ પ્રસંગે શ્રી એસ.એમ. ગધેસરીયા (નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)- જુનાગઢ) દ્વારા રાસાયણિક ખાતર વિક્રેતાઓને સરકાર શ્રી દ્વારા વિવિધ રાસાયણિક ખાતરો મા અપાતી સબસીડી, ખેતીવાડીમાં ખાતરોની ઉપયોગીતા, એગ્રીકલ્ચર ગ્રેડના યુરિયા ખાતરનું ઇન્ડસ્ટ્રીઝમા થતુ ડાયવર્ઝન અટકાવવા વિશે માહિતી તથા POS મશીનના ઉપયોગથી સબસીડાઈઝ રાસાયણિક ખાતરનું IFMS પોર્ટલ પરથી થતું ટ્રેકિંગ જેવી વિવિધ બાબતોની જાણકારી આપી. વધુમા સબસીડી યુક્ત ખાતર વેચાણ ફક્ત ખેડૂતો માટે જ થાય અન્ય કોઈ હેતુ માટે સબસીડી યુક્ત ખાતર ઉપયોગ ન થાય એ બાબતે જિલ્લાના રસાયણિક ખાતર વિક્રેતાઓને સખત ચેતવણી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી એસ.એમ.ગધેસરીયા દ્વારા આપવામાં આવી અને રાસાયણિક ખાતર (નિયંત્રણ) હુકમ-૧૯૮૫ નું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો.

આ કાર્યક્રમમાં છેલ્લા ઘણા વર્ષોથી POS મશીનથી રાસાયણિક ખાતર વેચાણ કરતા વિક્રેતાઓના અનુભવોની આપ-લે કરી તેમને પડતી મુશ્કેલીઓના નિરાકરણ, બાબતે પણ ઉપસ્થિત અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. આ તકે વિશેષ ઉપસ્થિત રહેલા જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જીગર ભટ્ટ દ્વારા PMKSK ધરાવતા તમામ વિક્રેતાઓ બેડૂતોને તેમના સેન્ટર પરથી ફાર્મર રજીસ્ટ્રી તથા આઈ ખેડૂત પોર્ટલ પરની વિવિધ સહાય યોજનાઓ માટેની નોંધણી/અરજી સેન્ટર પરથી કરી શકે તેવી સુવિધા પૂરી પાડવા અનુરોધ કરી, ખેડૂતોને સંસાયણિકખાતરના કાર્યક્ષમ ઉપયોગ બાબતે માર્ગદર્શન આપ્યુ. ક્રિભકોના એરીયા મેનેજરશ્રી રાકેશ બાભરોલીયા દ્વારા pos મશીન તથા તેના અપગ્રેડેશન બાબતે અને તેમાં પડતી મુશ્કેલી બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી.