પુલને તત્કાલિક ધોરણે બનાવવાં ક્ચ્છ જિલ્લા કલેકટર ને SDPI જિલ્લા પ્રમુખે આવેદન પત્ર અપાયું.
ભૂજ લાઇબ્રેરી અને લેક વ્યૂ હોટેલ પાસે આવેલ હમીરસર તળાવના પુલની એક સાઈડને ઘણાં સમયથી જર્જરિત હાલતમાં બંદ રાખવમાં આવેલ છે જે મોરબી પુલ તૂટવાની ઘટના બાદ તરત બંદ કરવામાં આવેલ હતો

પરંતુ હવે તે પુલ બીજી તરફ પણ જર્જરિત થઇ ગયેલ છે જેના કારણે આવતા જતા વાહનો અને લોકો માટે કોઈ પણ સમય ઘટના બની સકે છે જેથી આ પુલને તોડીને તત્કાલિક ધોરણે નવો પુલ બનાવવામાં આવે એવી અમારી માગ સાથે સોશીયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા SDPI ક્ચ્છ જિલ્લાના પ્રમુખ રોશનઅલી સાંધાણી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર ને રજૂઆત કરી હતી.