સાધકોએ ધ્યાન અને યોગથી કરી આદિયોગીની ઉપાસના
ગુજરાત સરકાર દેશની સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાઓને ઉજાગર કરવા પ્રયાસશીલ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત નિ:શુલ્ક યોગ કલાસીસમાં ગત તા. ૨૬ના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે સાધકોએ શિવજીની સ્તુતિ, મંત્ર-જાપ, આરતી, પૂજન-અર્ચન કર્યું હતું. સાથેસાથે સાધકોએ ધ્યાન, પ્રાણાયામ અને યોગ કરીને આદિયોગીની ઉપાસના કરી હતી. તેમજ યોગ કલાસીસમાં નવા ટ્રેનર્સ અને સાધકોને પણ જોડવામાં આવ્યા હતાં.
આમ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો.