શિક્ષણક્ષેત્રે અત્યંત ઝડપથી બદલાયેલા સામાજીક પરિવેશમાં સુરતના કોટ વિસ્તારની જૂની અને જાણીતી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ નામશેષ થઈ જવા પામી છે આવી વિષમ પરિસ્થિતિમાં પત્ર માતૃભાષા ગુજરાતીની આન-બાન-શાન ને જાણવવા સુરતની સૌથી જૂની અને જાણીતી જીવનભારતી શાળા સતત પ્રયત્નશીલ છે, જેમાં શાળાના સંચાલક મંડળ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું અભૂતપૂર્વ સમર્પણ, લાગણી અને નૈતિક મૂલ્યોની જાણવણીનું વચન મુખ્ય છે. આ શાળાએ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આપ્યા છે.
કે જેઓ વિવિધ સામાજિક અને રાજકીય ક્ષેત્રે શહેર અને સમાજને ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરી રહ્યાં છે. શાળાએ હાલમાં ૭૫ વર્ષની લાંબી મજલ પૂર્ણ કરી છે ત્યારે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તેની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના બનેલા જીવનભારતી સ્કુલ એલ્યુમની એસોસિયેશનના નેજા હેઠળ રવિવાર તા.૩૦-૦૩-૨૦૨૫ નાં રોજ શાળામાં સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.