Gujarat

છોટાઉદેપુરના સુરખેડા ગામે એક આધેડ વ્યક્તિ ખુલ્લા કૂવામાં પડ્યો  કુવામા પડતા તેને બૂમો પાડી  નીકળવાની કોશિશ કરી

રાત્રિ દરમિયાન કોઇએ બૂમોના સાંભળતા તે પાઇપના સહારે આખી રાત કુવામાં રહ્યો, કોઈ કારણ સર રાત્રિ દરમિયાન કૂવામાં પડ્યો હતો,
 સવારનો સમયે તેની બુમો સાંભળતા ફાયર ની ટીમને બોલાવી,  નગર પાલિકા ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યું હતુ,
ફાયર વિભાગે આધેડ વ્યક્તિને રેસ્ક્યુ કરી સહી સલામત કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો, આખી રાત કુવામા ઠુંઠવાયેલા આધેડને બહાર કાઢી 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયો,
છોટાઉદેપુરના સુરખેડામાં અકસ્માતે 55 વર્ષીય વ્યક્તિ કૂવામાં ખાબક્યો: આખી રાત પાઈપ પકડી રાખ્યો, સવારે લોકોએ બૂમો સાંભળી, ફાયર બ્રિગેડે 70 ફૂટ ઊંડા કૂવામાંથી વ્યક્તિને બચાવ્યો
છોટા ઉદેપુર જિલ્લાના સુરખેડા ગામમાં એક વ્યક્તિની જિંદગી બચી છે. જૂના  સુરખેડા ગામમાં એક વ્યક્તિની જિંદગી બચી છે. જૂના પટેલ ફળિયામાં રહેતા 55 વર્ષીય દિનેશભાઈ ખીમજીભાઈ રાઠવા ગઈકાલે રાત્રે અંધારામાં જતા હતા ત્યારે અકસ્માતે 70 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયા હતા.દિનેશભાઈએ તરત જ કૂવામાં લગાવેલી મોટરની પાઈપ પકડી લીધી હતી. તેમણે આખી રાત પાઈપને પકડી રાખી પોતાનો જીવ બચાવ્યો હતો.
રાત્રે તેમણે બૂમો પાડી હતી, પરંતુ કોઈએ સાંભળી ન હતી અને આખી રાત કુવામાં વિતાવી હતી સવારે ફરી બૂમો પાડતા નજીકમાં રહેતા એક વ્યક્તિએ અવાજ સાંભળ્યો હતો. તેણે તરત જ છોટા ઉદેપુર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી દિનેશભાઈને કૂવામાંથી બહાર કાઢ્યા હતા.આખી રાત પાણીમાં રહેવાથી દિનેશભાઈને ઠંડી લાગી ગઈ હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર