ખાંભા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી,પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.વી.એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ખાંભા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૫૦૦૧૩/૨૦૨૫, પ્રોહી. એકટ ૬૫(એ)(એ), ૧૧૬બી, ૮૧ મુજબના ગુનાનો આરોપી છેલ્લા બે માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતો હોય, મજકુર ફરાર આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
*પકડાયેલ આરોપીની વિગતઃ*-
*ભાવેશ ડાયાભાઇ બાંભણીયા, ઉ.વ.૨૭, રહે.નવાબંદર, પ્રાથના મંદિરની બાજુમાં, તા.ઉના, જિ.ગીર સોમનાથ.*
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા તથા હેડ કોન્સ. કુલદીપભાઇ દેવભડીંગજી, જયેન્દ્રભાઇ બસીયા, મહેશભાઇ રાઠોડ, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે*.
*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*