Gujarat

ધારી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ધારી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્‍લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.વી. એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ધારી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૫૦૦૩૯/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૧૩૭(૨), ૮૭ તથા પોકસો કલમ ૧૮ મુજબના કામનો આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતો હોય, તેમજ મજકુર આરોપીનું નામ.કોર્ટમાંથી બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબનું વોરંટ ઇસ્‍યુ થયેલ હોય, મજકુર આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે સુરત જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા ગામની સીમમાંથી ભોગ બનનાર સાથે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ ધારી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

*પકડાયેલ આરોપીની વિગતઃ*-

*સુરેશ છનાભાઇ ડુંગરીયા, ઉ.વ.૨૩, રહે.આંબાગાળા, તા.ધારી, જિ.અમરેલી.*

*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.વી.એમ. કોલાદરા તથા હેડ કોન્સ. કુલદીપભાઇ દેવભડીંગજી, જાહીદભાઇ મકરાણી, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુવારદાસ તથા પો.કોન્‍સ. શિવરાજભાઇ વાળા, ભાવિનગીરી ગૌસ્વામી તથા વુ. પો.કોન્સ. રીનાબેન ધોળકીયા દ્વારા કરવામાં આવેલ છે*.

*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20250322-WA0044.jpg