આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી એસ.ડી.ગઢિયા સાહેબ સહીત તમામ સ્ટાફ ભાવુક થયા,
શ્રી એચ.જી. અંબાણી હાઈસ્કૂલ ખાતે આયોજિત વાર્ષિક ઈનામી મહોત્સવમા શાળાના વિધાર્થીઓએ વર્ષ દરમિયાન જુદીજુદી પ્રવૃત્તિઓ મા તાલુકા જીલ્લા અને રાજ્ય કક્ષા ખાતે પોતાની વિજ્ઞાન કલા કૃતિ રમત ગમ્મત હરીફાઈમાં સફળતા મેળવી હતી તેમને ઉપસ્થિત મહાનુભાવો અને શાળાના સ્ટાફ દ્રારા ટ્રોફી ઈનામ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા,
શાળા ના શિક્ષકો દ્રારા વિદાય લેતા વિઘાર્થીઓ વઘુને વઘુ માર્કસ મેળવી આગળ વઘે વ્યસનથી મુક્ત રહી જીવનમાં ડીસીપીલીન કેળવે તેમ જણાવી અને શિક્ષણ પ્રેમ ને લય જીવનમાં વઘુ ને વઘુ આગળ વઘે તેમ જણાવ્યું હતું, વિધાર્થીઓ દ્વારા પોતાના અનુભવો અને પ્રતિભાવો આપેલા તેમજ શાળા ના કર્મચારી શ્રી પ્રતાપભાઈ પરમાર ને ક્લાર્ક તરીકે પ્રમોશન મળતા સન્માન કરાયું પરમાર સાહેબ પણ આનંદ નો ઉત્સવ મનાવતા ઉપસ્થિત મહાનુભાવો શિક્ષકો અને તમામ વિધાર્થીઓ ને ભોજન નો રસવાદ મળ્યવો .આભાર સાથે સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળાના સિનિયર શિક્ષક શ્રી એફ. એ. પઠાણ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

