Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ સ્વામી નિર્દોષાનંદજી આશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વ પર મહા રક્તદાન કેમ્પ યોજાયો

સાવરકુંડલાની ભુમીએ સંતોની ભૂમિ કહેવાય છે જ્યા સંતોએ વષોથી તપ કરીને આજે આ ભૂમિને તપોવન ભૂમિ ગણાય છે
સાવરકુંડલા ખાતે પ.પુ.સંતશ્રી નિર્દોષાનંદ સ્વામીજીના આશ્રમ ખાતે વષોની પરંપરા મુજબ મહાશિવરાત્રી મહોત્સવ દર વર્ષે ઉજવાય છે જેમાં હજારો સેવકો આ મહાશિવરાત્રી કરવા સાવરકુંડલા પધારે છે.
આજના આ પાવન દિવસે ગુરૂજીના આદેશ મુજબ મહા રક્તદાન કેમ્પનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં ભાવનગર ,મહુવા,અમરેલીથી બ્લડ બેન્કો આવી હતી… પ.પુ.શ્રી ગુરૂજી તેમજ લાયન્સ પ્રેસિડેન્ટ પ્રતિક નાકરાણી,વાઈસ પ્રેસિડેન્ટ નિલેશ વાઘેલા,ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખ ડો.વડેરા સાહેબ,ચેરમેન  મેહુલ વ્યાસ,લાયન વિજય ઉપાધ્યાય,લાયન હિતેશ નિમ્બાર્ક  તેમજ લાયન્સ કલબના તમામ મેમ્બર્સ દિપ પ્રાગટય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
 
આ મહા રક્તદાન કેમ્પમાં ૪૦૪બોટલ રક્તદાન એકત્રીત થયેલ હતુ…આ રક્તદાન કેમ્પ સફળ બનાવવામાં લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા તેમજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા દ્વારા ખુબ સારી રીતે તમામ મેમ્બર્સ સેવા કરી હતી.
બિપીન પાંધી  સાવરકુંડલા