Gujarat

દેશમાં ગાંજાનું સપ્લાય કરતો ડ્રગ્સ માફિયા અનિલ પાન્ડી ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં આવી ગયો

ગુજરાતમાં ૧૨થી વધુ ગુનામાં વોન્ટેડ હતો, ઓડિશાથી બેઠો બેઠો આખા દેશમાં ગાંજાનું નેટવર્ક ચલાવતો હતો

દેશમાં ગાંજાનું સપ્લાય કરતો ડ્રગ્સ માફિયા અનિલ પાન્ડી ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં આવી ગયો છે. આ ડ્રગ્સ માફિયાનો દેશનો ગાંજા કિંગ પણ કહેવામાં આવે છે. ઓડિશાથી તે દેશના ખુણેખુણે ગાંજાે મોકલી ગાંજા કિંગ ગણાતા અનિલકુમાર પાન્ડી અને તેનો ભાઈ સુનિલ પાન્ડી કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે અનિલ પાન્ડીની ધરપકડ કરતા અનેક મોટા માથાઓની સંડોવણી સામે આવે તેવી શક્યતાઓ છે. ગાંજા કિંગ કહેવાતો ૩૯ વર્ષનો અનિલકુમાર વૃન્દાવન ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં આવ્યો છે.

અનિલ અને તેનો ભાઈ સુનિલે ભેગા મળીને નાના પાયે ગાંજાે વેચવાનું શરૂ કર્યુ અને જાેતજાેતામાં તે બન્ને બંધુઓ ગાંજા કિંગ બની ગયા. ઓડિશાના જગન્નાથપુરથી બેસીને બન્ને ભાઈઓ દેશના વિવિધ રાજ્યોમાં ગાંજાનો હોલસેલમાં ધંધો કરતા હતા. અમદાવાદ સહિત ગુજરાતમાં ૧૨ ગુનાઓમાં અનિલ પાન્ડી વોન્ટેડ હતો, જેની ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. અનિલ પાન્ડી વિરૂદ્ધ અમદાવાદ, સુરત, જુનાગઢ, રાજકોટ ગ્રામ્ય, રેલવે પોલીસમાં ગુના નોંધાયા છે. ઓડિશાથી આવતી ટ્રેનમાં અનેક વખત લાખો રૂપિયાનો ગાંજાે બીનવારસી મળી આવ્યો હતો. જેમાં પણ અનિલ પાન્ડીનો રોલ હોય તેવી શક્યતાઓ છે. હાલ અનિલ પાન્ડીની ધરપકડ કરીને તેની વધુ પુછપરછ હાથ ધરાઈ છે.

ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, અનિલ પાન્ડીએ ગંજામાંથી કરોડો રૂપિયાની કમાણી કરીને ૧૦થી ૧૨ સંપતિ વસાવી હતી, જેને મેં જે તે સમયે જી્હ્લ સાથે મળીને સીઝ કરી હતી.આ પ્રથમ કિસ્સો હતો કે જેમાં એક રાજ્યની પોલીસ અન્ય રાજ્યમાં જઈને સંપતિ સીઝ કરવા ગઈ હતી. અનિલના પિતા વૃંદાવન પણ ગાંજાના કેસમાં વોન્ટેડ છે. અનિલ તેના ભાઈ સાથે મળી ઓડિશામાં ગાંજાની ખેતી કરતો અને મુખ્ય સુરતમાં જ સપ્લાય કરતો હતો. બંને ભાઈઓ સુરતમાં અલગ અલગ જગ્યાએ ગોડાઉન રાખીને રાજ્યમાં બાય રોડ ગાંજાે સપ્લાય કરતા હતા. ઓડિશાથી ટ્રેનમાં મોટી માત્રામાં જથ્થો આવતો હતો જે અહીંયાના મૂળ ઓડિશાના હોય તેવા શ્રમિકો લઈ લેતા હતા.

અનિલ સુધી પોલીસ પહોંચે નહીં તે માટે તેણે સપ્લાય માટે આખી ચેન બનાવી હતી. ક્રાઈમ બ્રાન્ચમાં વર્ષ ૨૦૧૮નો એક ગુનો નોંધાયો હતો. આરોપી ઓડિશામાં નક્સલી વિસ્તારની નજીક ગાંજાની ખેતી કરતો હતો જેથી જાેખમ ઓછું રહે. ગાંજાનું ઓડિશાથી પ્રોડક્શન કરીને દેશભરમાં વેચાણ કરતો હતો. અનિલ ઓડિશાથી ક્યારેક ગાડી અને ટ્રકમાં ચોરખાનું બનાવી ગાંજાે અહીંયા સપ્લાય કરતો હતો. આરોપી સાથે અન્ય કોણ જાેડાયેલું છે અને લોકલ લેવલે કોણ મદદ કરતું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.