રાજકોટ પેસેન્જરોને રીક્ષામાં બેસાડી ખીસ્સા માંથી પાકીટ તથા મોબાઇલ ચોરી કરતા ઈસમોને પકડી પાડતી ભક્તિનગર પોલીસ.
રાજકોટ શહેર તા.૪/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ખાતેથી મીલ્કત સબંધીત ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે P.I મયુરધ્વજસિંહ સરવૈયા નાઓના સીધા સુચના માર્ગદશન હેઠળ સર્વેલન્સ PSI જે.જે.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન રાજદીપસિંહ જાડેજા તથા કરણભાઇ કોઠીવાલ નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે પેસેન્જરને રીક્ષામાં બેસાડી પેસેન્જરના ખીસ્સા માંથી રોકડ રૂપીયા તથા મોબાઇલ ફોન સેરવી લેતી ટોળકી કોઠારીયા રોડ પર આંટા મારે છે અને થોડીવારમાં CNG રીક્ષા રજી નં.GJ-03-CT-1639 વાળી લઇને તેનો ચાલક ભાવેશ વાઘેલા તથા તેની સાથેની ટોળકી કોઠારીયા રોડ સ્વીમીગ પુલની સામેથી પસાર થવાના છે. જે હકીકત આધારે નામવાળાઓને પકડી લેતા તેમજ તેઓની પાસે વન પ્લસ કંપનીનો મોબાઇલ મળી આવતા જેના આધાર પુરાવા માંગતા તમામએ મોબાઇલના કોઇ આધાર પુરાવા કે બિલ પોતાની પાસે નહિ હોવાનુ જણાવી અને ગલ્લા-તલ્લા કરવા લાગેલા તેમજ રીક્ષાના આધાર પુરાવા તેઓની પાસે ન હોય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા ભાવેશ વાજેલીયા તથા બે મહીલા આરોપીઓ બે મહીના પહેલા પેસેન્જરના ખીસ્સા માંથી રોકડ રૂપીયા સેરવી લેવાના ગુન્હામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પકડાય ગયેલ હોવાની હકીકત જણાય આવતા જેથી મોબાઇલ ફોન તમામએ ચોરી કરીને કે છેતરપીંડી કરી મેળવેલ હોવાનું જણાય આવતા મોબાઇલ ફોન તથા રીક્ષાને BNSS કલમ-૧૦૬ મુજબ શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૧) ભાવેશ ગુંગાભાઇ વાજેલીયા ઉ.૩૭ રહે.રૈયાધાર ખોડીયાર માતાજીના મંદીર પાસે રાજકોટ. ગુનાહિત ઇતિહાસ, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૩(૨), (૨) કિશન મગનભાઇ ડાભી ઉ.૨૫ રહે.માલધારી સોસા શેરીનં.૪ બાપા સીતારામ ચોક રાજકોટ (૩) બેનાબેન રાહુલભાઇ દંતાણી ઉ.૨૮ રહે.ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર નં.૨૧૬ જામનગર રોડ રાજકોટ (૪) હિના ઉર્ફે ડેભી ધર્મેશભાઇ જાદવ ઉ.૨૪ રહે.ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર નં.૨૫૦ રાજકોટ. કુલ કી.રૂ ૪૦,૦૦૦ નો મુદ્દામાલ BNSS કલમ.૧૦૬ મુજબ શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.