Gujarat

રાજકોટ વિસ્તારમાં રાત્રીના સમયે વૃધ્ધ સ્ત્રીઓને ટારગેટ કરી ચીલઝડપ કરતી બેલડીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ વિસ્તારમાં રાત્રીના સમયે વૃધ્ધ સ્ત્રીઓને ટારગેટ કરી ચીલઝડપ કરતી બેલડીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૪/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન જેમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન તથા ગાંધીગ્રામ-૨ યુનિ.પો.સ્ટે., બી.ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં ચીલઝડપના બનાવો બનવા પામેલ હોય જે બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર (કાઇમ) ભરત બસીયા દ્વારા આ ચીલઝડપ ના ગુન્હાઓ તાત્કાલીક ડીટેકટ કરી આરોપીઓને પકડવા સુચના કરેલ હોય. ઉપરોકત સુચનાના આધારે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર નાઓએ DCB પો.સ્ટે.ની અલગ-અલગ ટીમો બનાવી તમામ દિશામાં તપાસ કરી ગુન્હો ડીટેકટ કરવા જરૂરી સુચના તેમજ સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર, એમ.કે.મોવલીયા, વી.આર.ડોડીયા અને ટીમના માણસો દ્વારા જેમાં જલદીપસિંહ વાઘેલા, રાજેશભાઇ જળુ, ગોપાલભાઇ પાટીલ, તુલશીભાઇ ચુડાસમા નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે તેમજ ચોકકસ હ્યુમન સોર્સીસ થી તેમજ ટેકનીકલ મદદથી બે ઇસમો પાસેથી ચીલઝડપ કરેલ સોનાના ચેઇનો તેમજ એક સોનાના ચેઇનના ટુકડા સાથે મુદ્દામાલ સાથે આ કામે ચીલઝડપ કરનાર બેલડી મળી આવતા તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. (1) સુનીલ ઉર્ફે આર્યા ભાવેશભાઇ શીયાળ ભરવાડ ઉ.૨૧ રહે.લોહાનગર રામાપીરના મંદીર પાસે ગોંડલ રોડ રાજકોટ (2) જીતેશ ઉર્ફે જીની નરેશભાઇ દુધરેજીયા ઉ.૧૯ રહે.લોહાનગર ગોંડલ રોડ પુલ નિચે રાજકોટ. હિરો હોન્ડા મોટરસાયકલ નં.GJ-03-KR-4368 તથા સોનાના ચેઈન મળી કુલ કિ.રૂા.૪,૫૨,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250304-WA0090-1.jpg IMG-20250304-WA0091-0.jpg