Gujarat

સાવરકુંડલા તાલુકાના ધજડી સરકારી  પ્રાથમિક શાળાના આચાર્ય ભીખુભાઈ આજગિયાની મહેનત સ્વરૂપ તેમના સ્નેહીજનો પાસેથી શાળાના ગરીબ બાળકો માટે બ્લેન્કેટ દાન સ્વરૂપે મેળવી બાળકોને અર્પણ કરવામાં આવેલ

તારીખ ૧/૩/૨૦૨૫ ના રોજ ધજડી પરા (બોઘરીયાણી) પ્રાથમિક શાળાના આચાર્ય  ભીખુભાઈ આજગિયાની મહેનતથી તેમના જ સંબંધી પાસેથી બ્લેન્કેટનું દાન મેળવી શાળામાં ભણવા આવતા, વાડીઓમાં મજૂરી કામ કરતા ગરીબ વાલીઓના બાળકોને બ્લેન્કેટ અર્પણ કરવામાં આવ્યા જેમાં આ શાળાના નિવૃત્ત શિક્ષિકા બહેન  ચેતનાબેન ચાવડા તેમજ એસએમસી સભ્ય કૈલાસબેન રંગાણી ગામના સરપંચ મહેશભાઈ રાદડિયા તેમજ સુરેશભાઈ રંગાણી અને સિરાજભાઈ સૈયદે હાજરી આપી હતી.
બાળકોને બ્લેન્કેટ મળતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ શાળામાં સ્ટાફ તરફથી ઘણીવાર નાસ્તાપાણીનું આયોજન પણ કરવામાં આવે છે આથી બાળકો ઉત્સાહથી શાળાએ આવે છે. ગરીબ વર્ગના બાળકોને આ બ્લેન્કેટ મળતાં રાજીના રેડ થતાં જોવા મળેલ.
બિપીન પાંધી સાવરકુંડલા