Gujarat

સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના ખાતેદારો માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી

ડીઝીટાઈલીઝેશન તરફનું એક વધુ પ્રયાણ
સાવરકુંડલા ખાતે આવેલી અને નાના વર્ગને આર્થિક રીતે ખૂબ જ ઉપયોગી એવી સાવરકુંડલા નાગરિક સહકારી બેંકમાં વર્તમાન સંચાલકોએ બેંકના ગ્રાહકો માટે કયું આર કોડની સુવિધા ઉપલબ્ધ કરાવી છે ગઈકાલ તારીખ ૨૮-૨-૨૫ ના રોજ થી કાર્યરત થયેલી સુવિધા બેંકના તમામ ગ્રાહકોને કોઈપણ વધારાના ચાર્જ વગર આપવામાં આવશે આ સુવિધાનાં શ્રી ગણેશ બેંકના માનવંતા ગ્રાહક” શ્રી ગણેશ ટ્રેકટર્સ” વાળા  મંગલુભાઇ ખુમાણને કયું આર કોડ આપી કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બેંકના ચેરમેન પ્રવીણભાઈ સાવજ, વાઇસ ચેરમેન ભરતભાઈ માનસેતા, ડિરેક્ટર સર્વશ્રી ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, સંદીપભાઈ ભટ્ટ, કેશુભાઈ વાઘેલા સહિત હાજર રહ્યાં હતા.
બેન્કનાં ચેરમેન પ્રવીણભાઈ સાવજે વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં બેંકના ગ્રાહકોને ડિજિટલ ક્ષેત્રની વિવિધ વધુ સેવાઓ પણ પ્રદાન કરવામાં માટે બેન્ક પ્રયત્નશીલ છે.એમ દીપક પાંધી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા