મેંદરડા : પૂજ્ય મુક્તાનંદજી બાપુના ૬૭ માં પ્રાગટ્ય પ્રસંગે મુંડિયા સ્વામી સંન્યાસ આશ્રમ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
સમસ્ત બ્રહ્મ સમાજ અને વિવિધ ધાર્મિક સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાના સહયોગથી આયોજન કરવામાં આવેલ
મેંદરડા મુંડિયા સ્વામી સંન્યાસ આશ્રમ ખાતે પરમ પૂજ્ય સંત શિરોમણી અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ શ્રી મુક્તાનંદજી બાપુના આગામી તા.૧૭/૫ ના રોજ પ્રાગટ્ય પ્રસંગે મેંદરડા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આ બ્લડ કેમ્પ જી.એમ.ઈ.આર એસ મેડિકલ કોલેજ જુનાગઢ સિવિલ હોસ્પિટલ જુનાગઢ, ડેડકીયાળી પી.એચ.સી સેન્ટર તેમજ જય અંબે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાંપરડા ના સંયુક્ત ઉપક્રમે મુંડીયા સ્વામી સન્યાસ આશ્રમ ખાતે બ્લડ કેમ્પ યોજવામાં આવેલ હતો
બાપુના પ્રાગટ્ય દિન અને ખાસ કરીને આ કેમ્પ તાજેતરમાં ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ને ધ્યાને લઈ સમગ્ર દેશમાં વર્તમાન સ્થિતિમાં જો બ્લડની જરૂરિયાત ઊભી થાય તો તેને પહોંચી વળવા અને સરહદ પર રક્ષા કરતા આપણા ભારતીય સૈનિકો તેમજ આર્મી હોસ્પિટલો માં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા આશરે ૩૭ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવેલ
આ કેમ્પમાં મેંદરડા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ અને શહેર ની વિવિધ સેવાકીય ધાર્મિક પ્રવૃત્તિઓ કરતી સામાજિક સંસ્થાઓ જોડાયેલ હતી તેમજ દરેક સમાજના લોકો જોડાયા હતા
કેમ્પમાં મહંત શ્રી સુખરામદાસ બાપુ,જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુમર,સરપંચ જે.ડી ખાવડુ, બ્રહ્મ સમાજ અગ્રણી ભીખાભાઈ જોશી,પત્રકાર કમલેશભાઈ મહેતા, આશિષભાઈ જોશી,કાઠી ક્ષત્રિય સમાજ ના ધર્મેશભાઈ વાળા, સમસ્ત સાધુ સમાજ અગ્રણી મહેશ બાપુ અપારનાથી, કરણ બાપુ દાણી ધારીયા , દેવાંગ ભાઈ તેરૈયા,અજય ભાઈ ભટ્ટ, અશ્વિન ભાઈ મહેતા,રજનીસ ભાઈ સોલંકી,શાસ્ત્રી દિનેશભાઈ માઢક, મહેશભાઈ મહેતા,ગૌરવ જોશી વગેરે આગેવાનો સહિતના બહોળી સંખ્યામાં જોડાયા હતા
જ્યારે મેડિકલ સ્ટાફ ના મુકેશભાઈ ધાંધિયા,મોહિતભાઈ કોટડીયા, મેડિકલ ઓફિસર પરમાર ભાઈ, રોહિતભાઈ રવૈયા, બદાણી ભાઈ સહિતના સ્ટાફ દ્વારા જેહેમત ઉઠાવી બ્લડ કેમ સફળ બનાવવામાં આવેલ હતો
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા