Gujarat

રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ શહેર તા.૧૩/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, SOG P.I એસ.એમ.જાડેજા તથા એન.વી.હરીયાણી ની રાહબરી હેઠળ તા.૧૨/૫/૨૦૨૫ ના રોજ SOG શાખાના હાર્દિકસિંહ પરમાર તથા યોગેન્દ્રસિંહ ઝાલા નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર કુવાડવા ગામ પાસે ઇન્ડીયન ઓઇલ પેટ્રોલપંપની બાજુમાં આવેલ શિવશક્તિ હોટલ સામે રોડ ઉપરથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી કુવાડવા રોડ પો.સ્ટે.માં ગુન્હો નોંધવામાં આવેલ છે. માદક પદાર્થ ગાંજો ૨.૪૨૧ કિ. ગ્રામ કિ.૨૪,૨૧૦ કુલ કિ.રૂ.૨૯,૫૧૦ નો મુદ્દામાલ જપ્ત કરેલ હોય, દિપક ઉર્ફે શિવમ રણજીતભાઈ અગ્રાવત ઉ.૨૦ રહે.સાગરનગર શેરીનં.૧ માર્કેટીંગયાર્ડ પાસે રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250513-WA0068.jpg