Gujarat

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં છોટાઉદેપુર તાલુકાની ટીમ વિજેતા બની

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે સીટીપીએલ સેશન ત્રણ આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં છોટાઉદેપુર તાલુકાની ટીમ વિજેતા બની હતી. જે ટીમ વિજેતા બની હતી જે ટીમને ટ્રોફી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર