બાંગ્લાદેશીઓના 500થી વધુ પાસપોર્ટ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી છે. ચંડોળા તળાવ પર બુલડોઝર ફેરવ્યા બાદ ગેરકાયદે વસવાટ કરતા લોકોની ક્રાઇમ બ્રાન્ચે તપાસ સરૂ કરી હતી. જેમાં 500થી વધુ પાસપોર્ટની વિગતો પાસપોર્ટ કચેરી દ્વારા મળી હતી.
ક્રાઇમ બ્રાન્ચે પાસપોર્ટની વિગતોની ચકાસણી શરૂ કરી છે, જેમાં ત્રણ પાસપોર્ટ બોગસ ડોક્યુમેન્ટના આધારે બની ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે, જ્યારે ચાર શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે.
અગાઉ ચડોળા વિસ્તારમાંથી 457 શંકાસ્પદ લોકો ઝડપાયા હતા અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ઇકોનોમીક ઓફેન્ગ વીંગ, ઝોન 6ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ઇસનપુર પોલીસ તેમજ પોલીસ હેડ કવાર્ટરની ટીમોએ મળીને સયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ચડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી 457 વિદેશી નાગરિકોને પકડી પાડ્યાં હતાં. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઈમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતાં.
આ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસના બંદોબસ્ત સાથે ચંડોળા તળાવમાં ગેરકાયદે ઉભા કરેલા મકાનો પર બૂલડોઝર ફેરવી દીધુ હતું. બાંગ્લાદેશથી આવતા લોકોને ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા પઠાણ પનાહ આપતો હતો અને બાદમાં બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરવામાં મદદ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચ લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

