Gujarat

રાજકોટ GUJCTOC ના ગુન્હામાં નાસતા-ફરતા ચડ્ડી બનીયાનધારી ગેંગના સાગ્રીતને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ GUJCTOC ના ગુન્હામાં નાસતા-ફરતા ચડ્ડી બનીયાનધારી ગેંગના સાગ્રીતને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૨૬/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર સને-૨૦૧૪ થી સને-૨૦૨૩ સુધીમાં રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તેમજ ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લાઓમાં ચડ્ડી બનીયાનધારી ગેંગના સાગ્રીતોએ એકબીજા સાથે સંગઠીત થઇ આશરે-૫૭ જેટલા ગંભીર ગુન્હાઓ જેવા કે ધાડ,લુંટ તથા ખુનની કોશીષ સાથે લુંટ, ઘરફોડ ચોરી, ગુન્હાહીત કાવત્રુ રચી બળજબરીથી કઢાવી લેવાના તેમજ ગેરકાયદેસર આર્મ્સ હથીયાર રાખવાના તેમજ ફાયરીંગ કરવા તેમજ ખુનની કોશીષ તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના તેમજ મકાન સળગાવી નાખવાના ગુન્હાઓને અંજામ આપેલ હોય અને આવા પ્રકારના ગુનેગારો ઉપર કાયદા મારફતે અંકુશ લાવવા આ ગેંગના કુલ-૧૦ સભ્યો વિરૂદ્ધ રાજકોટ શહેર DCB પો.સ્ટે. ગુજરાત કંટ્રોલ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ (GUJCTOC) એક્ટ-૨૦૧૫ ની કલમ-૩(૧)(i), ૩(૨), ૩(૪) મુજબનો ગુન્હો તા.૨૨/૧/૨૦૨૪ ના રોજ નોંધવામાં આવેલ હતો. ઉપરોક્ત ગુન્હામાં આરોપી રાજુ સવસીંગ બારીયા જે ઘણા સમયથી નાસતો-ફરતો હોય જે નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઈમ) ભરત.બી.બસીયા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચના P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના એમ.કે.મોવલીયાની ટીમના પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન પોલીસ અમીત અગ્રાવત, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા ને ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સોર્સીસથી મળેલ ચોક્કસ હકીકત આધારે ઉપરોક્ત ગુન્હામાં નાસતા-ફરતા આરોપી રાજુ સવસીંગ બારીયાને માલેગાંવ, મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રાજુ સવસીંગ બારીયા ઉ.૩૨ રહે-છરછોડા તા.ગરબાડા જી.દાહોદ ને પકડી પાડેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250226-WA0131.jpg