રાણપુર ભરવાડ સમાજ દ્વારા ત્રીજા વર્ષે દ્વારકા પગપાળા સંઘ નું આયોજન કરવામાં આવ્યું
80 થી 90 જેટલા લોકો પગપાળા દ્વારકા ચાલીને સંઘ નીકળ્યો
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભરવાડ સમાજ દ્વારા દ્વારકા હોળીના પાવન પર્વ પર હજારોની સંખ્યામાં લોકો પગપાળા જઈ રહ્યા છે ત્યારે રાણપુર શહેરમાંથી ભરવાડ સમાજના દ્વારા સંઘ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 80 થી 90 જેટલા પુરુષો તેમજ સ્ત્રીઓ પગપાળા યાત્રા લઈને દ્વારકા તરફ રવાના થયો હતો જેમાં બાલાજી મંદિરથી શ્રી દ્વારકાધીશને જય નાદ સાથે મહંત શ્રી યોગેશ બાપુ દ્વારા સંઘને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં રાણપુર થી ડીજે ના તાલે સંઘ પ્રસ્થાન થયો હતો આ સંઘ 10 દિવસે દ્વારકા પહોંચશે અને ભગવાન દ્વારકાધીશ ને દર્શન નો લાવો લેશે જેમાં જમવાની તેમજ તમામ સુવિધા સાથે લઈ આ સંઘ રવાના થયો હતો આ સંઘમાં બે ટ્રેક્ટર તેમજ ત્રણ ફોરવીલ ગાડી સાથે લઈને સંઘ રવાના થયો હતો
તસવીર:વિપુલ લુહાર,રાણપુર