રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નડિયાદ જિલ્લા પ્રચાર વિભાગે નારદ જયંતિ નિમિત્તે સ્થાનિક પત્રકારો સાથે વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું. કાર્યક્રમમાં નડિયાદના અગ્રણી પત્રકારો, સંઘના કાર્યકર્તાઓ અને સ્થાનિક સ્વયંસેવકોએ ભાગ લીધો.
વિભાગ સહ કાર્યવાહ દિલીપ પંચાલે મુખ્ય વક્તા તરીકે સંબોધન કર્યું. તેમણે દેવર્ષિ નારદજીના વિશ્વના પ્રથમ પત્રકાર તરીકેના યોગદાનની વાત કરી. વર્તમાન સમયના પત્રકારત્વની નૈતિકતા અને સત્યનિષ્ઠા પર પણ ચર્ચા થઈ. તેમણે આધુનિક પત્રકારોને સત્ય અને ન્યાયના માર્ગે ચાલવા પ્રેરણા આપી.
કાર્યક્રમમાં નડિયાદ વિભાગ સંઘના રશિક પટેલ, ધર્મેન્દ્ર પ્રજાપતિ અને જિલ્લા પ્રચાર પ્રમુખ નીતિ વાસાણી ઉપસ્થિત રહ્યા. વર્તમાન સમયમાં પત્રકારોની ભૂમિકા વિશે સકારાત્મક ચર્ચા થઈ. રચનાત્મક સૂચનોનું આદાન-પ્રદાન થયું.
વક્તાઓએ જણાવ્યું કે નારદ જયંતિ માત્ર ઉત્સવ નથી. તે સમાજમાં સત્ય અને જ્ઞાનના પ્રસાર માટેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. કાર્યક્રમના અંતે સૌએ સમાજના હિતમાં સહયોગથી કામ કરવાનો સંકલ્પ લીધો.

