Gujarat

છોટાઉદેપુર જીલ્લા તથા પંચમહાલ, દાહોદ, સુરત શહેર, સુરત રૂરલ, ભરૂચ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધયેલ મોટર સાયકલ ચોરીના કુલ-૧૧ ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સૂચના કરેલ…….. જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ જે અન્વયે બી.બી.ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, ગુજરત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં કુલ-૧૧ ગુનાનો મો.સા.ચોરીના ગુનાઓમાં રાજ્ય બહારનો નાસતો ફરતો આરોપી થાવરીયાભાઈ સેંગલાભાઇ નાયક રહે.ઉમરવડા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાનો લેહવાંટ ફાટક પાસે આવેલ હોય જે કોઇ વાહનમાં બેસી પોતાના ઘરે જવા સારૂ ઉભો છે તેવી મળેલ બાતમી હકીકત આધારે….. હકીકત વાળી જગ્યાએ જતા બાતમી મુજબનો ઇસમ લેહવાંટ ફાટક પાસે ઉભેલ હોય તેને કોર્ડન કરી પકડી પાડી તેનુ નામઠામ પુછતા તેને પોતાનું નામ થાવરીયાભાઇ ઉર્ફે સાગર સેંગલાભાઇ નાયક ઉ.વ.૨૪ રહે.ઉમરવડા, આમલી ફળીયું તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નો હોવાનું જણાવેલ સદરીને ગુન્હા બાબતે પુછતાં તેણે જણાવેલ કે, આજથી આશરે અઢી વર્ષ પહેલા અમારી ગેંગના બકલાભાઇ ઉર્ફે સુમલો તુલસીભાઈ નાયક રહે.કોલી સીંદી ફળીયા તા.જી.છોટાઉદેપુર તથા ફુસીયાભાઇ ઉર્ફે કુસીયાભાઇ રમેશભાઈ નાયક રહે.ઉમરવાડા, ગમુન ફળીયા તા.કઠીવાડા,જી.અલીરાજપુર (એમ.પી.) નાઓ બધા ભેગા મળીને ચોરી કરી લાવેલ અપાચે મોટર સાયકલ સાથે પકડાયેલ હતા….. તે સિવાય બીજી મોટર સાયકલો તેઓની ગેંગના કુસીયાભાઇ ઉર્ફે ફુસીયાભાઇ રમેશભાઇ નાયક તથા દિલીપભાઇ શંકરભાઇ નાયક તથા વાવ (મધ્યપ્રદેશ) ગામના સુરપાનભાઇ ભયલાભાઇ તથા નાની વડોઇ (મધ્યપ્રદેશ) ગામનાં કુતરીયાભાઇ ઉર્ફે કુતરીયો ગમજીભાઇ નાયક તથા ઘડાગામ (ગુજરાત) ગામના પીન્ટુભાઇ નાનાભાઈ રાઠવા નાઓ સાથે મળીને છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત શહેર, સુરત રૂરલ, ભરુચ વિગેરે જીલ્લાઓમાંથી ચોરી કરી લાવી વેચાણ આપવા સારુ બકલાભાઇ ના ઘરે ઘાસમાં સંતાડી રાખેલ હતી તે તમામ મોટર સાયકલ પોલીસે જમા લીધેલ હતી તે મોટર સાયકલ ચોરીના ગુનામાં પોતાનુ નામ ખુલેલ હોય જેથી પોતે સૌરાષ્ટ્ર તફર મજુરીએ જતો રહેલ હતો પોતે સૌરાષ્ટ્રમાં પકડાઇ ન જાય તે માટે પોતાનું નામ સાગર તરીકે દર્શાવતો હોવાની હકીકત જણાવેલ છે અને હાલ હોળીનો તહેવાર આવતો હોય પોતે પોતાના ઘરે જતો હતો તે દરમ્યાન છોટાઉદેપુર એલ.સી.બી. દ્વારા તેને પકડી પાડવામાં આવેલ અને પોતે ગુનો કરી નાસતો ફરતો હોવાની હકિકત જણાવી વાહન ચોરીના ગુન્હાઓનો એકરાર કરતો હોય જે અંગે શરીર સ્થિતીનું પંચનામું કરી તેના વિરુધ્ધ BNSS – ૨૦૨૩ ની કલમ ૩૫ (૧) (ઈ) મુજબ અટકાયત કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર