ચિત્ર પ્રદર્શન દરમિયાન વ્યસન નશીલા પદાર્થોના સેવનથી થતી શારિરીક, માનસિક, સામાજિક અને આર્થિક દુર્ગતિ વિશે નાના ભૂલકાઓને સચિત્ર સવિસ્તર સમજ આપવામાં આવી
હાલના ડિઝીટલ ફાસ્ટ યુગમાં વ્યસન મુક્તિ માટે માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહિ પરંતુ સામાજિક ક્ષેત્રે પણ લોકોએ આગળ આવી આ દૈત્ય સમાન દૂષણોને નાથવા માટે આગળ આવવું પડશે.
અમેરિકા જેવા અતિ ધનાઢય દેશો પણ આ સમસ્યાથી ગ્રસિત છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબ પણ આ દૂષણોને નિયંત્રિત કરવા માટે કમર કસે છે
વ્યસન મુક્તિ ક્ષેત્રે ગાયત્રી પરિવાર તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ ખાસ્સું યોગદાન છે

પે સેન્ટર શાળા નંબર ૧, સાવરકુંડલા ખાતે તારીખ ૩-૩-૨૫ના રોજ આયુષ્યમાન ભારત શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ઉજાસ ભણી કાર્યક્રમને અનુલક્ષીને નશીલા પદાર્થોના દુરુપયોગની અને રોગથામ વ્યવસ્થાપનના મુદ્દા પર દૂષણોને રોકવા માટે વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિલ્પાબેન દેસાઈ ,હિતેશભાઈ જોષી, વૈશાલીબેનના સંયુક્ત પ્રયાસોથી આ વ્યસન મુક્ત સેમિનારનું આયોજન થયેલ. આ પ્રદર્શન દ્વારા વ્યસન કેવી રીતે દૂષણ બને છે, શરીરમાં કેવી રીતે ફેલાય છે, કેવી કેવી અસરો થાય છે ,શરીરને શું નુકસાન કરે છે ,સામાજિક અધોગતિ કેવી થાય છે, વ્યસનને કેવી રીતે બંધ કરી શકાય એ માટે ક્યાં ક્યાં ઉપકરણો શ્રેષ્ઠ સાબિત થાય તે શિક્ષક ગણ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવેલ સમાજના અન્ય લોકોએ એ પણ આ પ્રદર્શનની નિહાળેલ.

દિપ્તીબેન ડોડીયા તેમજ પ્રિયાબેન ભાડ દ્વારા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવેલ.
સાવરકુંડલાના કર્મશીલ બી.આર.સી કોઓર્ડીનેટર વિપુલભાઈ દુધાત દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત કરવામાં આવેલ તેમને વર્તમાન સમસ્યાના રોકવા માટેના પ્રયત્નોને બિરદાવેલ અને સમગ્ર સ્ટાફને અભિનંદન આપેલ. શાળાના ઇન્ચાર્જ આચાર્યા હેતલબેન ચોટલીયાએ સમગ્ર સ્ટાફને અભિનંદન આપેલ બિરદાવેલ .આ પ્રદર્શનનું આયોજનમા મદદરૂપ થવા બદલ શાળા પરિવાર ગાયત્રી પરિવાર સાવરકુંડલાનો આભાર વ્યક્ત કરેલ.

હવે તો અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબ પણ કહે છે કે પુતિન રશિયા યૂક્રેનની વાત છોડો સાંપ્રત સમયમાં અમેરિકાને સતાવતો સૌથી ખતરનાક મુદ્દો ડ્રગ માફિયા.. નશીલા પદાર્થના સેવનને નાથવા માટે કડક પગલાં લેવાનો સમય આવી ચૂક્યો છે.
બિપીન પાંધી સાવરકુંડલા