Gujarat

પાલનપુરમાં આકેસણ ફાટક નજીક દેવ રેસીડેન્સીમાં વરસાદી પાણીનો ભરાવો

પાલનપુર આકેસણ ફાટક નજીક દેવ રેસીડેન્સીમાં વરસાદી પાણીનો ભરાવો થઇ જતાં રહિશો હાલાકીમાં મુકાઇ રહ્યા છે. તેમણે જિલ્લા કલેકટરને રજૂઆત કરી પ્રશ્નનો ઉકેલ લાવવા માંગણી કરી હતી.

પાલનપુર આકેસણ ફાટક નજીક આવેલી દેવ રેસીડન્સીના રહિશોએ જીલ્લા કલેકટરને કરેલી રજુઆતમાં જણાવ્યું હતુ કે, સોસાયટીમાં 104 મકાનો બનાવવામાં આવ્યા છે. સોસાયટીનું પાણી બાજુની જમીનમાં જતુ હતુ. જોકે, ત્યાં પાણી અવરોધવામાં આવતાં વર્તમાન સમયે સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થઇ રહ્યો છે.

આ અંગે અગાઉ પણ બે વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. વર્તમાન સમયે પડી રહેલા વરસાદી પાણી અહિંયા ભરાઇ ગયા હોવાથી હાલાકી પડી રહી છે. આગામી ચોમાસા પહેલા પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી છે.