આજ રોજ વહેલી પરોઢે 5:30 વાગ્યે પાવાગઢ રોડ પર કુભારવાડા ફળિયા સામે આવેલી સિટીઝન બેંક નજીક એક કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.

કારમાં આગ લાગતાની સાથે જ આજુબાજુના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક હાલોલ ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરી હતી.માહિતી મળતા જ હાલોલ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કાર પર પાણીનો મારો ચલાવી આગને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી.
ફાયર બ્રિગેડની સમયસર કાર્યવાહીને કારણે મોટી જાનહાનિ કે વધુ નુકસાન થતું અટકાવી શકાયું હતું. સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

