યુ.પી.એમ.પી. મહારાષ્ટ્ર.વગેરે રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા મહિલાઓને વિવિધ નાણાકીય તેમજ અન્ય સહાયો આપવામા આવે છે જયારે દિલ્હીમાં પણ ભાજપ સરકાર સત્તામાં આવે તો આવી સહાય આપવાની જાહેરાત કરી છે.
જેમાં મહિલાઓને વિવિધ સહાય યોજના અંતર્ગત રૂ.૨૧૦૦,૨૫૦૦, ૩૦૦૦ જેવી નાણાંકીય રોકડ સહાય તેમજ સબસીડી આપે છે જ્યાં તમામ રાજ્યમાં ભાજપની રાજ્ય સરકારો કાર્યરત છે ત્યારે ગુજરાતમાં પણ ગુજરાતની જનતાએ છેલ્લા ત્રણ દાયકાથી ભાજપની સરકાર ઉપર ભરોસો રાખીને સુકાન સોપ્યું છે ત્યારે ગુજરાતની મહિલાઓને વિવિધ સહાયો આપવામાં આવે. અન્ય રાજ્યની ભાજપ સરકાર સહાય આપતી હોય તો ગુજરાતની કહેવાતી ગતીશીલ અને સંવેદનશીલ ભાજપ સરકારે આવી વિવિધ સહાયો આપવી જોઈએ તેવી માંગ કરી છે.
ગુજરાત મોડલનો દેશભરમાં ઢંઢેરો ટીંપતો ભાજપ ગુજરાત રાજ્યની મહિલાઓને અન્યાય કરી રહ્યાના આક્ષેપ સાથે સાવરકુંડલા, લીલીયા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે માંગણી કરી છે
બિપીન પાંધી સાવરકુંડલા

