Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા રોડ ઉપરથી મહિન્દ્રા XUV 500 ગાડીમાંથી કિ.રૂ.૨,૭૮,૬૪૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ.
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મોજે છોટાઉદેપુર ટાઉનમાં પહોંચતા અમોને બાતમી હકીકત મળેલ કે, રણસિંગભાઇ ગોપસિગભાઇ રાઠવા રહે. સુરખેડા તા. જી.છોટાઉદેપુરનાઓ તેના માણસો મારફતે મહીંન્દ્રા કંપનીની સફેદ કલરની XUV 500 ફોર વ્હીલર ગાડી જેનો આર.ટી.ઓ રજી. નંબર GJ-16-BG-8111માં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરીચાંદપુર(મધ્ય પ્રદેશ) તરફથી છોટાઉદેપુર થઇ આગળ તરફ જનાર છે.
જે ચોક્કસ મળેલ બાતમી હકિકત આધારે રંગપુર નાકા વોચ નાકાબંધીમાં ગોઠવાય ગયેલ દરમ્યાન થોડો સમય વોચમાં રહ્યા બાદ ઉપરોક્ત બાતમી હકીકત મુજબની XUV 500ગાડી આવતી હોય જેથી ખાનગી વાહનની આડાશ કરી રોકવાનો પ્રયાસ કરતા XUV 500 માં ખાલી સાઇડમાં બેસેલ એક ઇસમ ગાડીનો દરવાજો ખોલી શ્મશાન ગૃહ બાજુ ઝાડી ઝાખરામાં અંધારાનો લાભ લઇ ભાગી ગયેલ અને ગાડી ચાલકને કોર્ડન કરી પકડી લઈ ગાડીના દરવાજા ખોલી સ્ટ્રીટ લાઈટ તથા બેટરીના અજવાળે ગાડીમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂના ખાખી કલરના પુઠાની પેટીઓ ભરેલ મળી આવેલ હોય.
જેથી XUV 500 ગાડીમાં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ™ વિદેશી દારૂની બોટલ ભરેલ પેટી નંગ-૪૩ કુલ બોટલ નંગ-૨૦૬૪ ની કુલ કિં.રૂ.૨,૭૮,૬૪૦/- નો પ્રોહી છે મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ મહીંન્દ્રા XUV 500 ની  કિં.રૂ.૮,૦૦,૦૦૦/-પકડી પાડેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર