છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા-ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તથા રાજ્ય બહારના નાસતા-ફરતા આરોપીઓની પકડવા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની તા.૨૧/૦૧/૨૦૨૫ થી તા.૩૦/૦૧/૨૦૨૫ સુધીની ખાસ ઝુંબેશ રાખવામા આવેલ હોઈ અને આઈ.જી.શેખ , પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન આધારે અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે એ.સી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પો.સ્ટે. નાઓ તથા સ્ટાફના માણસો સાથે ઝોઝ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શ્રી એ.સી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પો.સ્ટે. નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, દાહોદ જીલ્લાના સાગટાળા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.ન.૧૧૮૨૧૦૫૦૨૩૦૩૫૩/૨૦૨૩ પ્રોહી કલમ- ૬૫.ઈ, ૧૧૬બી, ૮૧,૯૮(૨) મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી જુવાનસીંગ દહરીયાભાઈ જાતે.રાઠવા રહે-ઘોઘાદેવ તા.જી.છોટાઉદેપુર નાંનો ઘોઘાદેવ ગામે પારસીંગ ના ઘરે છે. જે બાતમી આધારે સદરી ઇસમને ઘોઘાદેવ ગામે પારસીંગ ના ઘરેથી પકડી પાડવામાં આવેલ છે અને કાયદેશરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર