ગાયત્રી સેવા શ્રમ ટ્રસ્ટ ટીંબડી પ્રાચીમાં ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા ફ્રી હોમિયોપેથીક કેમ્પ(દેશી દવા) નું આયોજન કરવામાં આવ્યું જેમાં 68 દર્દીઓએ ઓપીડી કરવામાં આવી તથા તેમાંથી 22 દર્દીઓને મોતીયા નાં ઓપરેશન માટે રાજકોટ શ્રી રણછોડદાસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા.
45 દર્દીઓને જનરલ ઓપીડી કરી સારવાર તથા દવાઓ આપવામાં આવી. આ કેમ્પને સફળ બનાવવા રાજકોટ ના આંખ નાં ડોક્ટર તથા આસીસટન્ટ તથા ડો.લતાબેન પરમાર તથા ડો.રૌહીતભાઇ સોલંકી તથા ડો.રૂપલબેન વાધ તથા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ નાં ખજાનચી બાલુભાઇ ઝાલા એક્સ આર્મી તથા ભગવતસિંહ ઝાલા તથા નાથાભાઈ સોલંકી તથા રાજુબાપુ તથા નારણભાઈ મોરી એ સહયોગ આપ્યો. ચા પાણી તથા ભોજનના દાતા શ્રી ડો. રોહિતભાઈ પટેલ સામાજિક કાર્યકર તરફથી રાખવામાં આવેલ.
આ કેમ્પમાં સર્વ રોગનું નિદાન માં 35 દર્દીઓ ઓપીડી થયૈલ તથા તેમને પણ જરૂરી દવાઓ આપવામાં આવેલ.
પરેશ લશ્કરી