Gujarat

કર્મભૂમિ નું ઋણ અદા કરતા કર્તવ્યનિષ્ઠ વોલ્યુંબીટ ઓઈલ કંપની ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ ઢોલા…

કર્મભૂમિ નું ઋણ અદા કરતા કર્તવ્યનિષ્ઠ વોલ્યુંબીટ ઓઈલ કંપની ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ ઢોલા…

સંસ્કૃતિ પ્રક્રુતિ પર્યાવરણ અને વુક્ષ પ્રેમી યુવા બીઝનેસ મેન સેવાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કર્મભુમી નું ઋણ અદા કરી બન્યો આજના યુવાધન માટે પ્રેરણાસ્ત્રોત…

મૂળ ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના હડમતીયા ગામના વતની અને દાયકાઓ પહેલા સુરતના સામાન્ય હીરા ને ચળકાટ આપતા રત્નકલાકાર શ્રી શૈલેષભાઈ ઢોલા એ પોતાની આગવી કોઠાસૂઝ થી શિવ ભક્તિ ઇન્ડસ્ટ્રીઝ ને ટૂંકા ગાળામાં વિશ્વના આંઠ દેશો માં ઓઇલ સપ્લાય કરી વીસ કરોડ નું ટર્ન ઓવર ધરાવતી કંપની સ્થાપી વિશાળ સામ્રાજય ઊભું કર્યું છે આજે અગ્રણી ઉધોગપતિ બનવા છતાં પણ નખમાય કોઇપણ જાતનું નથી અભિમાન નથી કે નથી ઇર્ષા એવા સરળ સહજ સાત્વિક અને સેવાભાવિ સ્વભાવ ધરાવતા યુવા વ્યક્તિત્વ છે.

વોલ્યુંબીટ ઓઈલ કંપની ના મેનેજીંગ ડિરેક્ટર માલિક એવા શ્રી શૈલેષભાઈ ઢોલા ની નીતિમત્તા અને સિદ્ધાંત મુજબ આજની યુવા પેઢીને જીવન ના ઉતાર ચઢાવ માં પણ શું શું કરવું જોઈએ તે શીખવું જ રહ્યું. હાલના છેલ્લાં એક સપ્તાહનું જ ઊદાહરણ તરફ નજર કરીએ તો શૈલેષભાઈ ઢોલા એ માતા પિતા અને પરીવાર ના સંસ્કાર અને પોતાના કર્મ ના સિદ્ધાંત મુજબ સમસ્ત જીવાત્માનું કલ્યાણ કરવાની સેવા પ્રવૃતિ કરી છે અને તેણે સાથે સાથે જરૂરીયાતમંદ ની જીંદગી મહેકાવવાની દુર્લભ સેવા પ્રવૃતિ કરી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે શૈલેષભાઈ એક સમયે એક રત્ન કલાકાર હતા સુરત ને પોતાની કર્મભૂમિ બનાવી છે જેનું ઋણ અદા કરવા શહેર ને હરિયાળું બનાવવા 365 સૈનિકો ની ફૌજ દ્વારા અવિરત 365 દિવસ વૃક્ષારોપણ કરે છે તેવી ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાને પ્રક્રુતિ ની જાળવણી આપણી નૈતિક જવાબદારી ગણી રું. 50000/- નું અનુદાન આપી વ્રુક્ષ રોપણ ની સેવા સાધનામાં સાથ સહકાર અને સહયોગ આપી સમસ્ત જીવ નું કલ્યાણ થાય અને જીવન જીવ્યા નો ઉદ્દેશ્ય યાદગાર બની રહે તેવું કાર્ય કરી સંતોષ વ્યક્ત કર્યો છે.

આ સીવાય સુરત ની અન્ય એક સેવાભાવિ વ્યક્તિ ભુવા મહેશ પ્રમુખ શ્રી હેલ્પીંગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત સેવા સેતુ કે જ્યાં જરૂરીયાતમંદ દર્દીઓની રાહત દરે સુરતના 51 થી વધુ સ્પેશિયલ અને સુપર સ્પેશિયાલીસ્ટ ડોકટરો ની ટીમ દ્વારા તમામ પ્રકારની બીમારીની સચોટ નિદાન સારવાર કરે છે તે સંસ્થા ને દર્દી ઓની વ્હારે જઈ રું. 15000/- અનુરાશી અર્પણ કરી ધન્યતા અનુભવી છે.

શ્રી શૈલેષભાઈ ઢોલા નો સમસ્ત માનવ સમાજ જાગૃતિ સંદેશ છે કે આપણો પરીવાર શહેર અને ભારત દેશ પ્રદુષણ મુકત રહે પર્યાવરણ જળવાઈ રહે તે હેતુસર વર્ષના 365 દિવસ શુદ્ધ ભાવ થી અને શુભ સવારે સેવા સાધના કરતી ગ્રીન આર્મી સાથે અવશ્ય જોડાવવું જોઇએ આ સંસ્થા નો સેવા સમય પણ સૌ કોઈને અનુકૂળ આવે તેવો છે ઉગતા પહોરે વહેલી સવારે 5 થી 8 છે તો બાળકો થી લઈને નિવૃત્ત વ્યક્તિ આર્થીક અનુદાન કે શ્રમદાન આપી જોડાઈ ને દિવસ ની શરૂઆત કરી શકે છે. બીજું યોગીચોક સ્થિત સેવા સેતુ પણ એવી સંસ્થા છે જ્યાં આજની મોંઘીદાટ બીમારી થી પીડાતા દર્દીઓની સચોટ નિદાન અને સારવાર થાય છે આ સેવા અસંખ્ય દર્દીઓ માટે એક દિવ્ય આશિર્વાદ સાબિત થઈ છે. એટલે કોઇપણ પ્રસંગ હોય ફાલતું ખર્ચ કરવાને બદલે આવી વિશ્વાસુ સંસ્થાઓ સાથે મળી ને સેવા પ્રવૃતિ કરતું રહેવું જોઈએ.

શૈલેષભાઇ ઢોલા 99792 66084

IMG-20250302-WA0031.jpg