જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – દ્વારા ૩૦ કુપોષિત બાળકો ને પોષણ યુક્ત આહાર કીટ નું વિતરણ કરાયું.
જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી તથા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટસ સભ્ય શ્રી દિલાવર ભાઈ હમીદ તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર નાં સૌજન્યથી આજ તા.૨૮/૧/૨૫ ના રોજ સોનાવાલા હોસ્પિટલ બોટાદ ખાતે મિશન કુપોષણ અભિયાન અંતર્ગત કુપોષણ હટાવો.. તંદુરસ્તી લાવો…પ્રોજેક્ટ અન્વયે કુપોષિત ૩૦ બાળકો ને પોષણ યુક્ત આહાર કીટ નું વિતરણ કરવામાં આવેલ.કીટ મા ૧ કિલો ગોળ,દેશી મગ ,પ્રોટીન પાવડર નું પેકેટ,શીંગ દાણા ની કીટ બનાવેલ અને વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા , IPP કેતનભાઈ રોજેસરા , યુનિટ ડાયરેકટર સી.એલ. ભિકડિયા , ઉપપ્રમુખ પરેશ ભાઇ દરજી ,જાયન્ટ્સ સંસ્થા ના મુકેશભાઈ જોટાણીયા, રાજુભાઈ ડેરૈયા , કમલેશભાઈ દવે ,આરોગ્ય વિભાગ નાં અધિકારીઓ તથા કુપોષિત બાળકોના વાલીઓ વગેરે ઉપસ્થિત રહેલ.