Gujarat

જામનગરમાં બિલ્ડર-બ્રાસ વ્યવસાયિકો પર GST દરોડા

GST એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા જામનગર શહેરમાં સવારથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બિલ્ડર અને બ્રાસના સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની ત્રણ ટીમો સહિત કુલ સાત ટીમો દ્વારા જુદા જુદા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દરોડા દરમિયાન, ધંધાર્થી અને સીએ ફર્મ ચલાવતા અલ્પેશ પેઢડિયાની ઓફિસને તાળા લાગેલા જોવા મળ્યા હતા, જ્યારે તેમના ઘરે એક ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. અલ્પેશ પેઢડિયાની એસ્પાયર ઇનકોર્પોરેશન પેઢી સહિતની અન્ય ફર્મ્સ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં GST ક્રેડિટ ઇનપુટ કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે.