જામનગર શહેરમાં દિવાળી પર્વ નિમિત્તે ઐતિહાસિક ઇમારતો અને સરકારી કચેરીઓને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. શહેરભરમાં દિવાળીનો માહોલ જામ્યો છે.શહેરની ઓળખ સમાન રણમલ તળાવ (લાખોટા કોઠો) અને તાજેતરમાં જ રેસ્ટોરેશન પામેલા ભૂજીયા કોઠા પર વિશેષ લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ મનમોહક દ્રશ્યો તળાવની પાળે એક આકર્ષક વાતાવરણ ઊભું કરી રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન ગોઠવવામાં આવેલી આ રોશની નગરજનો માટે એક અનોખું આકર્ષણ બની છે. રંગબેરંગી લાઇટોના ઝળહળાટને જોઈને નગરજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ ઉપરાંત, જામનગર મહાનગરપાલિકાની કચેરી અને સેવા સદન સહિતની સરકારી ઇમારતોને પણ રોશનીથી શણગારવામાં આવી છે. આ શણગારથી સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ છવાયો છે.

